ખેડૂતોના દેવા માફ કરવા ઊંઝા ક્ષત્રિય ઠાકોર સેનાની રેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝામાંક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મંગળવારે ખેડૂતોની સમસ્યાઓને લઇ રાજ્યના તમામ ખેડૂતોનું દેવું માફ કરવા સહિતના મુદ્દા સાથે રેલી કાઢી મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું અને દેવુ માફ નહી થાય તો ભુખ હડતાલ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

ગુજરાતના ખેડુતોને સિંચાઇ માટે પાણી, વીજળી મળતી હોવાની તેમજ પાકના યોગ્ય ભાવ મળતા હોવાની ભારે મુશ્કેલીઓમાં હોવાનું જણાવી ઊંઝા ઠાકોર સેના દ્વારા મંગળવારે રેલી કાઢવામાં આવી હતી. શહેરના હાઇવે સર્કલથી નીકળેલ રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દેવું માફ નહી થાય તો ભુખ હડતાલ ઉપર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે. રેલીમાં ઊંઝા તાલુકા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ હર્ષદસિંહ વિજયસિંહ સહિત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...