મહેસાણા,ઊંઝામાં શ્રાવણીયો જુગાર રમતા 10 જુગારી ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાલાખવડીભાગોળ અને ઉંઝામાં શ્રાવણીયો જુગાર રમતા કુલ 10 જુગારીઓ પોલીસના હાથે ઝડપાયા હતા.મહેસાણા અને ઉઝા પોલીસે વિવિધ બે ફરિયાદો નોંધી હતી.

શ્રાવણ મહિનામા ખુલ્લેઆમ જુગાર રમાઇ રહ્યો છે ત્યારે મહેસાણાન લાખવડીભાગોળમા જાહેરમા જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે મહેસાણા શહેર અે ડીવીજન પીઆઇ જાડેજા,એએસઆઇ નટવરભાઇ સહિતે અહી ઓચિંતી રેડ કરી હતી.જુગારધામ પરથી પોલીસે રોકડ રૂ 46હજાર સાથે સુનીલ ઉર્ફે બંટી રમેશજી ઠાકોર રહે.સિધ્ધપુર,ગુલાબજી કુંવરજી ઠાકોર રહે.સુર્યનારાયણસોસાયટી,મહેસાણા,વિષ્ણુ મફતલાલ ઓડ રહે.પ્રદુષણપરા,શાહરૂખ હૈદરભાઇ બેલીમ રહે.કસ્બા,ચંદનજી સેંધાજી ઠાકોર રહે.લાખવડી ભાગોળની ધરપકડ કરી ગુનો નોધયો હતો.

જ્યારે ઉંઝા ગંજબજારમા પતરાના સેંડ નીચે જાહેરમા રમાતા જુગારધામ પર પોલીસે રેડ કરી રોકડ રૂ 24હજાર સાથે દશરથ ઇશ્વરલાલ પટેલ રહે.સૌભાગ્ય બંગલોઝ,વિષ્ણુ રામજીભાઇ પટેલ રહે.આદર્શનગર,વિજય રમેશભાઇ પટેલ રહે.જીવાપરૂ,મનુભાઇ જેઠાભાઇ પટેલ રહે.પરષોતમનગર સોસાયટી,નરેશ ઉર્ફે જગદીશ ચંદુલાલ પટેલ રહે.જીવાપરૂની ધરપકડ કરી હતી.તમામ વિરૂધ્ધ ઉંઝા પોલીસ સ્ટેશનમા ગુનો નોધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...