તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ રિપોર્ટર | મહેસાણા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર | મહેસાણા

અરવલીએક્સપ્રેસમાં ચાલુ મુસાફરી દરમિયાન મોબાઇલ ચોરનારને આરપીએફ પોલીસે કલોલ સ્ટેશને ઉતારી દેતાં મુદ્દે વિફરેલા મુસાફરોએ મહેસાણા અને ઉંઝા રેલવે સ્ટેશન પર 4 વખત ચેઇન પુલિંગ કરી દોઢ કલાક સુધી ટ્રેન અટકાવતા રેલવે વિભાગ દોડતું થઇ ગયું હતું.વિફરેલા મુસાફરોએ આરપીએફ પોલીસ સામે ફરિયાદ દાખલ કરાવવા કરેલી જીદ વચ્ચે મહેસાણા આરપીએફે મુંબઇના 2 મુસાફરો વિરૂધ્ધ ચેઇન પુલિંગનો ગુનો નોધતા દિવસભર સમગ્ર મામલો ચર્ચાસ્પદ રહ્યો હતો.

અરાવલી એક્સપ્રેસ ગુરૂવારે સવારે 7.38 કલાકે મહેસાણા રેલવે સ્ટેશન આવતા ચેઇન પુલિંગ કરીને ઉભી રખાવનાર મુસાફરોએ ટ્રેનમા તૈનાત આરપીએફ પોલીસ સામે હલ્લા બોલ કરતા રેલવે સ્ટાફ અહી દોડી ગયો હતો.જેમાં મોબાઇલ ચોરી કરતા ઝડપાયેલા વ્યક્તિ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાના બદલે આરપીએફ પોલીસે તેને કલોલ રેલવે સ્ટેશન ઉતારી દેવાના મુદ્દે રોષે ભરાયેલા મુસાફરોએ ભારે હંગામો મચાવ્યો હતો.સમજાવટ વચ્ચે ઉપડેલી ટ્રેનનું 4 વખત ચેઇન પુલિંગ કરાતા મહેસાણા રેલવે સ્ટેશન પર અડધો કલાક ટ્રેન પડી રહી હતી.ત્યાર બાદ ઉંઝા રેલવે સ્ટેશન આવતા મુસાફરોએ પુન: ચેઇન પુલિંગ કરીને ટ્રેન અટકાવતા આરપીએફ પોલીસે કેટલાક મુસાફરોની અટકાયતનો પ્રયાસ કરતાં ભારે હંગામા વચ્ચે મુસાફરો અને આરપીઅેફ જવાનો વચ્ચે સર્જાયેલી તુ..તુ..મે..મે.. વચ્ચે ઉઝા પીએસઆઇ કે.એચ.ત્રિવેદી સહિતનો સ્ટાફ સ્ટેશને દોડી જઇ મુસાફરોને સમજાવ્યા હતા.જોકે, જવાબદાર આરપીઅેફ પોલીસ વિરૂધ્ધ પગલા ભરવા મુસાફરોની જીદને પગલે 1 કલાકથી વધુ સમય ટ્રેન સ્ટેશન પર પડી રહેતા ટ્રેક પરથી પસાર થનારી ટ્રેનો અવરોધાઇ હતી.લાંબા સમયની રકઝકને અંતે મુસાફરોએ ટ્રેનને આગળ જવા ગ્રીન સિગ્નલ આપ્યું હતું.જ્યારે આરપીએફે ઉંઝા અને મહેસાણામા ચેઇન પુલિંગ કરનાર મુંબઇના 24 વર્ષના ધાર્મિક શિક્ષક મહમ્મદ અહેમદ અલાઉદ્દીન શેખ અને 49 વર્ષના સીએ ઇમ્તીયાઝ કમરૂદ્દીનખાન વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો