ઊંઝામાં ટ્રેનની અડફેટે અજાણી મહિલાનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝામાં ભરતનગર નાળાની બાજુમાં રેલવે ફાટક નં.198 પાસે સોમવારે સવારે 10-40 વાગે આશરે 50 વર્ષિય એક હાથે અપંગ અજાણી મહિલાનું પૂના-જોધપુર ટ્રેનની અડફેટે આવી જતાં મોત નીપજ્યું હતું. મૃતકની લાશ કામલી રેલવે સ્ટેશને લઇ જવાઇ હતી. કામલી સ્ટેશન માસ્તરે ઊંઝા પોલીસને જાણ કરતાં પોલીસે મહિલાની લાશ પીએમ માટે ઊંઝા કોટેજ હોસ્પિટલ મોકલી આપી હતી. બનાવ અંગે અકસ્માત મોત અન્વયે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે શનિવારે રાત્રે 11 વાગે ઊંઝા રેલવે ગેટ નંબર 201 પાસે આગ્રાના છમરોલી ગામનો રાજેન્દ્રપ્રસાદ જૈહાલય ઠાકોર (48)નું ટ્રેનની અડફેટે આવી જતાં મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...