તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સસ્તા અનાજની દુકાનોમાં કમિશન વધારવા રજૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કમિશનમાં વધારા સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ સાથે સોમવારે મહેસાણા જિલ્લા ફેરપ્રાઇસ શોપ્સ એસોસીએશન દ્વારા નિવાસી અધિક કલેકટરને લેખિત રજૂઆત કરાઇ હતી.

ડિઝીટલ ઇન્ડિયાના પ્રોગ્રામ અંતર્ગત વાજબી ભાવના દુકાનદારો રેશનકાર્ડ ધારકોને જથ્થો વિતરણ કરવાની કામગીરી નિર્ધારીત સામાન્ય કમિશનથી કરી રહ્યા છે. જે દુકાનદારો માટે પોક્ષણક્ષમ ન હોઇ રાશન ડીલર, કેરોસીન ડીલરને કારમી મોંઘવારીમાં પોક્ષણક્ષમ આજીવિકા મળી રહે અને વહીવટી મુશ્કેલીઓ, કનડગત દૂર થાય તેેવી વ્યવસ્થા કરવા સોમવારે મહેસાણા જિલ્લા ફેરપ્રાઇસ શોપ્સ એસોસીએશનના પ્રમુખ અલ્પેશ શાહની આગેવાનીમાં મહેસાણા ખાતે નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...