તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Unjha
  • શખસોએ આંખે પાટા બાંધી અજ્ઞાત સ્થળે લઈ જઇ બંદી બનાવી મુદ્દામાલ પણ લઇ ગયા, ચુંગાલમાંથી છૂટ્યા બાદ ફ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શખસોએ આંખે પાટા બાંધી અજ્ઞાત સ્થળે લઈ જઇ બંદી બનાવી મુદ્દામાલ પણ લઇ ગયા, ચુંગાલમાંથી છૂટ્યા બાદ ફરિયાદ નોંધાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા મગનલાલ હીરાલાલ માજીરાણા, રહે.,ગંગાનાગર ગોળીયા રામસીન, તા. જસવંતપુરા, જી.જાલોર, અને તેમનો પુત્ર રાજસ્થાનથી જસવંતપુરાના અલગ-અલગ ગામોના કુલ આઠ જેટલા ખેડૂતોનો એરંડા, જીરું,મગ અને રાયડાનો માલ ભરીને પાલનપુર અને ઊંઝા ગંજબજારમાં લઇ જઇ રહ્યા હતા. તે દરમ્યાન તેઓ ડીસા તાલુકાના ટેટોડા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક તેમની ટ્રકમાં પંક્ચર પડતા તેઓ ટ્રક રોડની સાઈડમાં કરીને ઉભા હતા. ત્યારે અજાણ્યા શખસોએ પિતા- પુત્રને ધમકી આપી ટ્રકમાં દારૂ ભર્યો હોવાનું કહી ટ્રકની તલાશી લેવાનું જણાવી બંને પિતા પુત્રને બંદી બનાવીને ટ્રકમાં બેસાડી દીધા હતા.

તેમને હાથ પગ આંખો પર પટ્ટી બાંધી અલગ અલગ જગ્યાએ નાના વાહનમાં બેસાડી ફેરવ્યા હતા.એક વખત તેમને ભાગવાની કોશિશ કરતા શખ્સોએ તેમને મૂઢ માર માર્યો અને 10 લાખ ઉપરાંત નો મુદ્દામાલ અન્ય ટ્રકમાં ભરીને સગેવગે કરી દીધો હતો.લૂટારાઓએ પિતા પુત્રને ધાનેરા રોડ નજીક આવેલા રાજારામ કોલ્ડ સ્ટોરેજ નજીક તેમની ખાલી ટ્રક સાથે મૂકીને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ બંને પિતા પુત્રએ ડીસા તાલુકા પોલીસ મથક પહોંચતા પી આઈ ડી.ડી.ગોહિલે પ્રાથમિક તપાસ બાદ ડ્રાયવર ની ફરિયાદના આધારે અજાણ્યા લોકો સામે લૂંટનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો