તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Unjha
  • મહેસાણાના 5 વેપારી પર વેટતંત્રની રેડ એકની પાસેથી રૂ.1.65 લાખની રિકવરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણાના 5 વેપારી પર વેટતંત્રની રેડ એકની પાસેથી રૂ.1.65 લાખની રિકવરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાવેટ ડિવીઝનને વડી કચેરીએથી આપવામા આવેલી રેડમા તપાસ કાર્યવાહી કરતા વેટ અધિકારીઓને બે વેપારીઓને ત્યાંથી કંઇ મળતા પરત ફરવુ પડ્યુ હતુ જ્યારે એક વેપારીને ત્યાંથી રૂ.1.65લાખની રિકવરી કરવામાં આવી છે. જ્યારે 4 વેપારીઓને ત્યાં હજુ પણ તપાસ ચાલુ છે. રાજ્યની વડી કચેરીને પોતાના સંશોધનમાં સાત વેપારીઓના રેકર્ડ પર શંકા જતા વધુ વિગતોની તપાસ કરવા ડિવીઝનને કહેવાયું હતું.

રાજય વેટ એકમની મહેસાણા ડિવીઝન કચેરીને મંગળવારે રાજ્ય વડી કચેરી દ્વારા કુલ 7વેપારીઓને ત્યાં તપાસ કાર્યવાહી કરવા કહેવાયું હતુ.

તમામ વેપારીઓના રેકર્ડમાં ખામી કે વિસંગતતા ધ્યાને આવતા શંકાના સમાધાનને લઇ તપાસ આરંભાઇ છે ત્યારે ડિવીઝનના કુલ 7પૈકી 2 વેપારીઓ(દેવ ઇમ્પેક્ષ, મહેસાણા અને આર.પી ટ્રેડિંગ ઉંઝા)પાસેથી કંઇ મળ્યુ નથી જ્યારે કુકરવાડાના શ્રીરામ સ્ક્રેપને ત્યાંથી રૂ.1 લાખ 65 હજારની રિકવરી કરવામા વેટ અધિકારીઓને સફળતા મળી છે. તો બાજુ હજુ પણ 4 વેપારીઓને ત્યાં તપાસ કાર્યવાહી ચાલી રહી છે. ડિવીઝનની કુલ 7 રેડમા ખુદ અધિકારીઓએ કંઇ ખાસ વેટચોરી પકડાવાની સંભાવનાને નકારી કાઢી હતી કેમકે સાતેય તપાસ નાના વેપારીઓની અને માત્ર રેકર્ડની ખામીને કારણે આપવામાં આવી છે.

અહીંયા તપાસ ચાલુ

{મહેસાણાજિલ્લામાં 2 સ્થળો

{બનાસકાંઠા જિલ્લામાં 1 સ્થળે

{પાટણ જિલ્લામાં 1 સ્થળે

બે વેપારી પાસેથી કંઇ મળ્યુ

જેવેપારી પાસેથી કંઇ મળ્યુ તે બાબતે વેટના સુત્રોએ જણાવ્યુ હતુ કે, બંને પેઢીએ વિગતો આપવામાં માનવીય ભૂલ કરી હતી, જેના આધારે રેડ કરવામાં આવી હતી. તપાસ કરતા બંને પેઢીમાં ટેક્ષ ચોરી મળી આવી નહોતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો