તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાત્રે મુસાફરો ભરેલી બસ પર પથ્થરમારો, સળગાવવા પ્રયાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફતેપુરાપાટિયા પાસે થરાદ પાવાગઢ એસ.ટી. બસ મહેસાણા તરફ જઇ રહી હતી તે સમયે બુધવારે રાત્રે 10.20 કલાકે 50થી વધુના ટોળાએ એસ.ટી. બસ ઉપર પથ્થરમારો કરતા ભયભીત મુસાફરો ચીસાચીસ કરી મુકી હતી. મુસાફરોને નીચે ઉતારી બસ સળગાવે તે પૂર્વે પોલીસ આવી પહોંચતા ટોળુ વિખેરાઇ ગયુ હતું. એસ.ટી.બસના ડ્રાઇવરે મોડી રાત્રે તાલુકા પો.સ્ટે. માં ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે તજવીજ હાથ ધરી છે.

ઊંઝાથી મહેસાણા તરફ આવી રહેલી થરાદ પાવાગઢ એસ.ટી. બસ ફતેપુરા પાટિયા પાસે અાવેલ બાળ ઓબ્ઝર્વેશન હોમ નજીક અંદાજીત 10.20 કલાકે પહોંચી હતી તે સમયે તળેટી તરફથી ધસી ગયેલા 50 થી વધુના ટોળાએ એસ.ટી. બસ ઉપર અચાનક પથ્થરમારો કરતા મુસાફરો ના જીવ પડીકે બંધાયા હતા. પથ્થરોથી બચવા સીટના નીચે ઘુસી ગયેલા મુસાફરોને ટોળાએ નીચે ઉતરી જવા આપેલી સુચના ને પગલે તંગદીલી સર્જાઇ હતી. મુસાફરો નીચે ઉતરીને સંભલે તે પૂર્વે ટોળાએ એસ.ટી. બસને સળગાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પેટ્રોલીંગમાં રહેલ તાલુકા પી.આઇ. સોલંકીએ ટોળાને ભગાડી એસ.ટી. બસ ડેપોમાં ખસેડી હતી. અંગે એસ.ટી. બસના ડ્રાઇવરે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ અનુસંધાનપાના -8

નોંધાવીહતી. જેના પગલે પોલીસે તજવીજ હાથ ધરી છે. બનાવને પગલે રઝળેલા મુસાફરો માટે ડેપો મેનેજર દ્વારા અન્ય બસની વ્યવસ્થા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો