તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Unjha
  • Unjha ઊંઝા તાલુકાના ઉપેરા ગામમાં મહિલા સરપંચના પતિ સામે ગ્રામજનોમાં રોષ

ઊંઝા તાલુકાના ઉપેરા ગામમાં મહિલા સરપંચના પતિ સામે ગ્રામજનોમાં રોષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા |ઊંઝાના ઉપેરા ગામમાં પીવાના પાણીમાં ફલોરાઇડનું પ્રમાણ વધુ હોવાથી વિનામૂલ્યે ગ્રામજનોને મળે એ માટે ઉપસરપંચ સહિત લોકોએ ગુરૂવારે રાખેલી ગ્રામસભામાં મહિલા સરપંચના વહીવટદાર પતિ સામે મિનરલ પ્લાન્ટમાં થયેલા વ્યાપક ગોટાળાના આક્ષેપ કરાયા છે.

ભ્રષ્ટાચાર સહિતના મામલે 10મી ઓક્ટોબરે ઊંઝા તાલુકા પંચાયત કચેરીએ ઉપવાસની ચીમકી ઉચ્ચારી
ઉપેરા ગામે પીવાના પાણીમાં ફ્લોરાઈડનું પ્રમાણ વધુ હોવાથી વિનામૂલ્યે ગ્રામજનોને મળે એ માટે ઉપસરપંચ સહિત લોકો એ ગુરૂવારએ રાખેલી ગ્રામસભામાં મહિલા સરપંચના વહીવટદાર પતિ સામે મિનરલ પ્લાન્ટમાં થયેલા વ્યાપક ગોટાળાને લઈને તાલુકા પંચાયત, મામલતદાર કચેરીથી પ્રાંત સુધી ચર્ચિત મામલો મુદ્દે યુજીવીસીએલ એ પણ દંડાત્મક નિર્ણયને ઘોળી પી ગયા હતા. માજી સરપંચ કાયદો જાણે ખિસ્સામાં લઇ ફરતાં હોવાને લઇ 300થી વધુ ગ્રામજનો આગામી બુધવારને સવારે 10 કલાકે ઊંઝા તાલુકા પંચાયત કચેરીએ આમરણાંત ઉપવાસે બેસવાની ઉપેરા ગ્રામ પંચાયત સભ્યોએ લેખિતમાં ઊંઝા તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...