તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડનગરમાં કોંગ્રેસ દ્વારા જન સંપર્ક અભિયાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર | ઊંઝા મતવિસ્તારમાં સમાવિષ્ટ વડનગર તાલુકાના ગામડાઓમાં ધારાસભ્ય દ્વારા જન સંપર્ક કાર્યક્રમ અભિયાન હાથ ધરાયું છે.ઊંઝાના ધારાસભ્ય ર્ડા. આશાબેન પટેલની અધ્યક્ષતા હેઠળ બુધવારથી ડોર ટુ ડોર અભિયાન શરૂ કર્યું છે.

બાબીપુરા,જાસ્કા,સુંઢિયા,જગાપુરા,સુલીપુર,કેસીમ્પા,શેખપુર,મોલીપુર,બાદરપુર,ચાંદપુર,બાજપુરા,છાબલિયા,આનંદપુરા,ત્રાંસવાડ,શેખપુર,કામલપુર,ખતોડાઅને વડનગર શહેર સહિતના વિતારોમાં આ જનસંપર્ક અભિયાન હાથ ધરાયું છે.આ કાર્યક્રમ થકી કાર્યકરો અને પદાધિકારીઓ પોતાના વિસ્તાર મુજબ સંપર્ક કરવાનો શરૂ કરાયો છે.જેમાં ગામના ચોરે પંચાયતમાં સરપંચ સહિત કાર્યકરો એકઠા થઈ શક્તિ પ્રોજેક્ટમાં રજિસ્ટ્રેશ માટેની કામગીરી શરૂ કરાઈ છે. આ કાર્યક્રમમાં પરેશભાઇ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ ગીરીશભાઈ પટેલ,દિવાનજી ઠાકોર,ભૂરાભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...