• Gujarati News
  • પતિએ મોબાઇલ પર તલાક આપતાં મહિલાએ કર્યો આત્મહત્યાનો નિર્ણય

પતિએ મોબાઇલ પર તલાક આપતાં મહિલાએ કર્યો આત્મહત્યાનો નિર્ણય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમ્મુ-કાશ્મીરમાંસીઆરપીએફમાં ફરજ બજાવતા પતિએ પત્નીને મોબાઇલ પર ત્રણ વખત તલાક બોલી ત્યજી દીધી હતી. ઘટનાના બે વર્ષ દરમિયાન પુન: પત્નીનો દરજ્જો મેળવવા સતત કાયદાકીય પ્રક્રિયાથી થાકેલી મહિલાએ બુધવારે સંતાન સાથે આત્મહત્યા કરવાનો નિર્ણય સંભળાવતાં મહિલા સહાયતા કેન્દ્રની કાર્યકર્તા બહેનો ચોંકી ગઇ હતી. જેમણે સમાજના આગેવાનોને સાથે રાખીને ગુંચવાયેલા મામલાને થાળે પાડવા કવાયત હાથ ધરી છે.

મૂળ ઊંઝા તાલુકાના ભાલક ગામની અને હાલમાં અમદાવાદ સ્થાયી થયેલી મુસ્લિમ મહિલાનાં લગ્ન 5 વર્ષ પૂર્વે તેમની જ્ઞાતિના જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફમાં ફરજ બજાવતા યુવાન સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન પિયરમાંથી વાસણ લાવી હોવા સહિતના મામલે થતા ઝઘડાઓ વચ્ચે પત્નીને ફોન પર ત્રણ વખત તલાક કહી શરીઅત મુજબ હવે હું તને રાખી શકું નહીં તું મારા માટે હરામ છે તેમ કહી લગ્નમાંથી મુક્તિ મેળવી હતી. જ્યારે બીજીબાજુ સાસરિયાંઓએ તેણીને સંતાન સાથે ઘરમાંથી તગેડી મૂકી હતી. બે વર્ષ દરમિયાન લગ્નના હકો મેળવવા પતિ અને સાસરિયાંઓ વિરુદ્ધ અત્યાચારની ફરિયાદ નોંધાવવાથી માંડી ભરણપોષણની કાર્યવાહી કરવા છતાં કોઇ પરિણામ નહીં મળતાં હારી થાકીને મહિલા બુધવારે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં કાર્યરત મહિલા સહાયતમાં કેન્દ્રમાં ...અનુસંધાનપાન-8

પહોંચીહતી અને તેણીએ આપઘાત કરી લેવાનો નિર્ણય સંભળાવતાં હાજર મહિલા કાર્યકરો સહિત તમામ ચોંકી ગયા હતા. જોકે,મહિલા કાર્યકરોએ મુસ્લિમ સમાજના આગેવાનોને સાથે રાખી નક્કર ઉકેલ લાવવાની દિશામાં વિચારણા હાથ ધરી છે.

ન્યાય | બે વર્ષથી પતિના ઘરે જવા લડી રહી છે મહિલા