• Gujarati News
  • National
  • ઊંઝાના ઉપેરા માર્ગ પર જીપની ટક્કરે બાઇક ચાલકનું મોત

ઊંઝાના ઉપેરા માર્ગ પર જીપની ટક્કરે બાઇક ચાલકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝાના મહેરવાડાથી ઉપેરા માર્ગ પર બાઇક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઊંઝા તાલુકાના ઉપેરા ગામમાં ઇન્દિરા પરામાં રહેતો ઠાકોર શિવાજી વિરામજી મંગળવારે રાત્રે બાઇક (GJ 2, C4 4078) લઇ મહેરવાડાથી ઉપેરા જઇ રહ્યા હતાં. દરમિયાન ઉપેરાથી મહેરવાડા તરફ જતી (GJ 24,9072)ની શોર્ટ જીપ સાથે માર્ગે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જેમાં જીપ ચાલક વાહન મૂકી ફરાર થઇ ગયો હતો.આ અંગે ઊંઝા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ફરાર જીપ ચાલકની તપાસ શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...