તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઊંઝા માર્કેટયાર્ડમાં પેઢીમાં જ જુગાર રમતાં 9 ઝડપાયા

ઊંઝા માર્કેટયાર્ડમાં પેઢીમાં જ જુગાર રમતાં 9 ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા પીઆઇ એ.બી.વાળંદને એપીએમસીની એક પેઢીમાં જુગારધામ ચાલતું હોવાની મળેલી બાતમી આધારે રેડ કરી 9 નબીરાઓને રૂ.77,300ની મત્તા સાથે રંગેહાથ ઝડપી લીધા હતા.

ઊંઝા એપીએમસીના નવા ગંજબજારમાં આવેલી પીપળાવાલી ગલીમાં પટેલ રમેશભાઈ મગનલાલ (રહે.બહારમાઢ)ની કબજા ભોગવટાની ઈ-320 નંબરની દુકાનના પ્રથમ માળે ગંજી-પાનાનો જુગાર રમાતો હોવાની બાતમી આધારે પોલીસે મંગળવારે રાત્રે 10 વાગે રેડ કરી પટેલ રમેશભાઈ મગનલાલને રૂ.6600 સાથે, પટેલ વસંતભાઇ મફતલાલને રૂ.9200, પટેલ વસંતભાઇ પરષોત્તમભાઈને રૂ.4400, પટેલ અરવિંદભાઈ પરષોત્તમભાઈને રૂ.4300, પટેલ દિનેશભાઇ ભગવાનભાઈને રૂ.3500, પટેલ મુકેશભાઈ અમૃતલાલને રૂ.9600, આચાર્ય ગાયત્રીપ્રસાદ બાબુલાલને રૂ.5200, દરજી અશ્વિનકુમાર કનુભાઈને રૂ.5500 તેમજ ઠાકોર દિનેશજી પ્રતાપજીને રૂ.8200 તેમજ દાવ પર લગાવેલા રૂ.20,800 મળી કુલ રૂ.77,300ની રોકડ સાથે 9 જણાને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...