તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણામાં ગ્રોસીયા મોલની બીજી શાખાનું ઓપનિંગ કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | ગ્રોસીયા મોલ હબ ટાઉનની ભવ્ય સફળતા બાદ મહેસાણામાં નવી શાખાનું રાધનપુર ચાર રસ્તા પાસે ઉદઘાટન કરાયું હતું.

એક દિવસ અગાઉ તુલસી પાર્ટી પ્લોટમાં ગ્રાન્ટ ઇવેન્ટ કરી હતી. સિંગીંગ, ડાન્સીંગ, મીમીક્રી, કેટવોક, બલુન ડ્રાન્સ, બોમ્બે રિવાબેન્ટ, તથા અન્ય ગેમોનુ આયોજન કરાયું હતું. ફાઉન્ટેન ગર્લ આકર્ષણનું કેન્દ્ર બની હતી. જુનિયર દેવાનંદ, દાવ થઈ ગયેલ યારની ફેમસ હીરોઈન-જુલી, રેડીયો મિર્ચીના શોએબ અખ્તરે હાજરી આપી હતી. મોલની રિબીન કટીંગ મયંકભાઈ નાયકના (ભાજપ પ્રદેશ અગ્રણી) કરી હતી. લાલજીભાઈ પટેલ (એસ.પી.જી.અધ્યક્ષ) પણ હાજર રહ્યા હતાં. ગ્રોસીયાની અગાઉની જે લકી ડ્રોની સ્કીમ રાખી હતી તેના વિજેતા ઉમેદવારની જાહેરાત નવા મોલમાં કરી હતી. જ્યુપીટર તથા અન્ય ૧૦પ ઇનામોની જાહેરાત કરાઈ હતી. નવા ચાર મોલની ઓપનિંગની જાહેરાત કરી હતી જે પાટણ, પાલનપુર, ઊંઝા, ગાંધીધામમાં ઓગસ્ટના અંત સુધીમાં શરૂ થશે. ગ્રોસિયા મોલના ફાઉન્ડર જીગ્નેશભાઇ પટેલ તેમજ બિઝનેશ ડેવલોપમેન્ટ મેનેજર ધર્મેશભાઇ શાહે હાજર મહેસાણાની તમામ જાહેર જનતાનો હાજરી આપવા બદલ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો