• Gujarati News
  • National
  • જિલ્લા પંચાયતમાં પણ ભડકો|સમિતિઓની રચનાને લઇ મહિલા સદસ્યાએ જાહેરમાં બળાપો કાઢતાં કોંગ્રેસ સ્તબ

જિલ્લા પંચાયતમાં પણ ભડકો|સમિતિઓની રચનાને લઇ મહિલા સદસ્યાએ જાહેરમાં બળાપો કાઢતાં કોંગ્રેસ સ્તબ્ધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | કોંગ્રેસ શાસિત મહેસાણા તાલુકા પંચાયતમાં સમિતિઓની રચનાને લઇ થયેલા બળવાને 24 કલાક થયા નથી, ત્યાં શુક્રવારે જિલ્લા પંચાયતમાં પણ સમિતિની રચનામાં સભ્યોનો અસંતોષ બહાર આવ્યો હતો અને બે સભ્યોએ રાજીનામાં ધરી દેતાં કોંગ્રેસ પક્ષમાં ચાલી રહેલી યાદવાસ્થળી ખુલ્લી પડી ગઇ હતી. સામાન્ય સભામાં સમિતિઓની રચના બાદ કોંગ્રેસના કાંસા એનએ બેઠકનાં સદસ્યા ગાયત્રીબેન પટેલે યોગ્ય સમિતિમાં સ્થાન નહીં મળતાં પ્રમુખ, સદસ્યો અને ઊંઝાનાં ધારાસભ્ય સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. જેમાં સદસ્યો 3-3 લાખ રૂપિયામાં વેચાયા હોવાનો ગંભીર આક્ષેપ કરતાં સન્નાટો છવાઇ ગયો હતો. ગાયત્રીબેન પટેલે સિંચાઇ સમિતિમાંથી સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. તો કડા બેઠકના કોંગી સદસ્ય મહેન્દ્રભાઇ પટેલે પ્રમુખના ટેબલ પર બાંધકામ અને અપીલ સમિતિના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, સિંચાઇ સમિતિમાંથી રાજીનામું આપનારાં ગાયત્રીબેન પટેલને એ જ સમિતિમાં ફરી સભ્ય બનાવાયાં હતાં. તેમજ કારોબારી સમિતિમાં ન થયેલા ફેરફારથી મનદુ:ખ થયું હતું. સમિતિઓની રચનાથી અન્ય કોંગી સદસ્યોમાં પણ નારાજગી જોવા મળી હતી. પરંતુ પક્ષના વિરોધમાં ન જઇ શકતાં હોઇ પોતાનો આક્રોશ માત્ર અંદરોઅંદરની વાતચીતમાં વ્યક્ત કર્યો હતો.

મારો લેટર વાંચવામાં આવ્યો નથી, મને અન્યાય કરાયો છે તેમ કહી ગાયત્રીબેન પટેલે આ રીતે આક્રોશ ઠાલવ્યો
સદસ્યો 3-3 લાખમાં વેચાયાનો આક્ષેપ
અન્ય સમાચારો પણ છે...