• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Unjha
  • ઐઠોર ગણપતિ મંદિરે 2 કરોડના ખર્ચે બનનારા યાત્રિભવનનો શિલાન્યાસ

ઐઠોર ગણપતિ મંદિરે 2 કરોડના ખર્ચે બનનારા યાત્રિભવનનો શિલાન્યાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા તાલુકાના ઐઠોર ગણપતિ દાદાના મંદિરે દર્શનાર્થે મોટી સંખ્યામાં આવતા ભક્તો ની સુવિધા માટે 2 કરોડના ખર્ચે ત્રણ માળનું યાત્રિભવન બનાવવામાં આવશે.

ગુરુવારે સવારે 10.30 કલાકે ગુજરાત ઔધૌગિક વિકાસ નિગમ ના ચૈરમેન બલવંતસિંહ સી.રાજપૂતના હસ્તે ઐઠોર યાત્રીભવનનો શિલાન્યાસ કરાયો હતો.બલવંતસિંહ રાજ્પુતે 51 હજાર આ સદકાર્ય માં આપ્યા હતા.ઐઠોર મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બલવંતસિંહ રાજપૂતને શાલ ઓઢાડી અભિવાદન કર્યું હતું.દેવસ્થાન ટ્રસ્ટ પ્રમુખ પટેલ જયંતીભાઈ જે.પૂર્વ.પ્રમુખ રમેશભાઈ પટેલ,ગામના સરપંચ કશ્યપભાઈ પટેલ,ટ્રસ્ટી ગણપતભાઈ શાહ,મનોહરભાઈ પટેલ,ચૌધરી રમેશભાઈ,તેમજ મહેશભાઈ એમ.પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

બલવંતસિંહ રાજપૂતના હસ્તે ઐઠોર યાત્રીભવનનો શિલાન્યાસ કરાયો હતો.તસવીર વિજય શુક્લા

અન્ય સમાચારો પણ છે...