• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Unjha
  • ઊંઝા નમેણ માતાના મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ

ઊંઝા નમેણ માતાના મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝામાં આદ્યશક્તિ જગદંબા સ્વરૂપ શ્રી નમેણ માતાજીના નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.વિદ્વાન બ્રાહ્મણો વૈદિક મંત્રો થી શાસ્ત્રોક વિધિ દ્વારા પ્રતિષ્ઠિત કરશે.

આગામી 19 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી ચાર-દિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું છે,19 મી જાન્યુઆરીએ સવારે 8.30 કલાકે શોભાયાત્રા વાડીપરા ચોકથી નીકળી સમગ્ર રાજમાર્ગે પરિભ્રમણ કરી નિજ મંદિરે પરત ફરશે.તા.20 મીએ સવારે ભૂમિ,મંદિર તેમજ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાના પુણ્ય કાર્ય ને સફળ બનાવતો યજ્ઞ થશે.જેનું સમાપન તા.22 મીએ સાંજે થશે.રાત્રે 8 વાગે લોક ડાયરો યોજાશે,21 જાન્યુઆરી રવિવાર રાત્રે 8.30 કલાકે ભજન સંધ્યા (માતાજી ની ચોકી ) નું પણ સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન નિર્ધારિત છે.નમેણ માતાજીના આ પર્વમાં સમસ્ત પાટીદાર સમાજ તેમજ ઊંઝા શહેર તેમજ તાલુકાની ધર્મપ્રેમી જનતા તૈયારીઓમાં લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...