તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Unjha
  • ઊંઝાના સુરજનગરના સરપંચ સહિત ત્રણ ક્રિકેટ સટ્ટામાં ઝડપાયા

ઊંઝાના સુરજનગરના સરપંચ સહિત ત્રણ ક્રિકેટ સટ્ટામાં ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝાતાલુકાના સુરજનગર ગામના સરપંચના મકાનમાં બેસીને ભારત-પાકિસ્તાન વચ્ચે રમાતી 20-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા સરપંચ સહિત ત્રણ શખ્સોને ઉનાવા પોલીસે રૂ.52,380ના મુદ્દામાલ સાથે શનિવારે સાંજે ઝડપી લેતાં ચકચાર મચી ગઈ હતી.

સુરજનગર (ડાભી) ગામના સરપંચ પટેલ ગણપત અંબારામના મકાનમાં ક્રિકેટ સટ્ટો ચાલતો હોવાની બાતમી આધારે ઉનાવા આઉટ પોસ્ટના પીએસઆઈ એમ.કે.ખાંટ, કોન્સ્ટેબલ કાનજીભાઈ, ભરતભાઈ સહિતે શનિવારે સાંજે રેડ કરી હતી. જેમાં સટ્ટો ચલાવતા પટેલ ગણપત અંબાલાલ (સુરજનગર), સોમાભાઈ મોતીરામ પટેલ (સુરજનગર) તથા અશોક વાઘજીભાઈ ચૌધરી (પ્રતાપગઢ, ઉનાવા) અનુસંધાનપાના-8પોલીસનાહાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે 9 મોબાઈલ, ટીવી, લેપટોપ, બાઈક સહિત કુલ રૂ.52,380નો મુદ્દામાલ કબજે લીધો હતો અને ઝડપાયેલા ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સરપંચના મકાનમાંથી સરપંચ સહિત ક્રિકેટ સટ્ટો ચલાવતાં ઝડપાતાં પંથકમાં ચર્ચાઓ જામી હતી.

અન્ય સમાચારો પણ છે...