તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Unjha
  • Unjha ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખપદે મણિભાઈ (મમ્મી)ની વરણી

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખપદે મણિભાઈ (મમ્મી)ની વરણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખ તરીકે 85 વર્ષિય પટેલ મણિભાઈ ઇશ્વરલાલ (મમ્મી)ની સર્વાનુમતે વરણી કરાઇ છે. તેઓ 45 વર્ષથી સંસ્થા સાથે સક્રિયપણે સંકળાયેલા છે. રવિવારે મળેલી કારોબારી સભામાં આ નિર્ણય લેવાયો હતો. ગત ડિસેમ્બર માસમાં સંસ્થાના પ્રમુખ વિક્રમભાઇ પટેલ (દાદા)નું નિધન થતાં કાર્યકારી પ્રમુખ તરીકે પ્રહલાદભાઇ કામેશ્વર નિમાયા હતા. સંસ્થાનના માનદ મંત્રી તરીકે દિલીપભાઈ પટેલ સહિત કારોબારીની પણ રચના કરાઇ હતી.

ઉમિયામંદિરનો વહીવટ સંભાળતી ઉમિયા માતાજી સંસ્થાનની કારોબારી સભા રવિવારે મંદિરના ઉમેશ્વર હોલમાં મળી હતી. જેમાં સંસ્થાનના પ્રમુખ તરીકે પટેલ મણિભાઈ ઇશ્વરલાલ (મમ્મી)ની વરણી કરાઇ હતી. ઉપરાંત, સંસ્થાનના માનદ મંત્રી તરીકે પટેલ દિલીપભાઈ મણિલાલ, ઉપપ્રમુખ તરીકે પટેલ પ્રહલાદભાઈ અંબાલાલ અને પટેલ ગટોરભાઈ કાનજીભાઈની વરણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...