તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાવાથી 71 હજારનો દારૂ ભરેલા ડાલા સાથે 1 ઝબ્બે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજસ્થાનથીપીકઅપ ડાલામાં વિદેશી દારૂ ભરીને જઇ રહેલો ચાલક ડાભીથી સુરપુરા તરફ જવાના માર્ગે ઉનાવા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે રૂ. 71,700ની કિંમતનો દારૂ અને પીકઅપ ડાલું જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજસ્થાનથી આરજે 24 જીએ 2754 નંબરના પીકઅપ ડાલામાં વિદેશીદારૂનો જથ્થો ભરીને ડાભીથી સુરપુરા તરફ લઇ જવાઇ રહ્યાની બાતમીના આધારે ઉનાવા પીએસઆઇ એ.જી.પરમાર, એએસઆઇ ડી.જે. ભાટી સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પીકઅપ ડાલાને અટકાવી તપાસ કરતાં તેમાંથી રૂ.71,700ની કિંમતની 294 બોટલ વિદેશી દારૂ અને 168 બોટલ બિયર મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને પીકઅપ ડાલા સાથે ઝડપેલા બિસ્નોઇ ઓમપ્રકાશ વાઘજીભાઇ (રહે. શ્રીપાલનગર, ઊંઝા, મૂળ શીવાડા, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. પૂછપરછમાં દારૂ કનુજી ઠાકોરને ત્યાં જઇ જવાતો હોવાનું ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો