તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનામત મુદ્દે પાટીદારોનું ભક્તિ સાથે શક્તિ પ્રદર્શન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બહુચરાજીથી ઊંઝા પાટીદાર પદયાત્રાનો અારંભ | અનામત ના મળે ત્યાં સુધી લડત આપીશું : આગેવાનો

પાટીદારોએઅનામતને લઇ સરકાર સામે ફરી એકવાર મોરચો ખોલ્યો છે. વખતે પાટીદારો સરકાર સાથે સંઘર્ષમાં ઉતરવાના બદલે કુળદેવીના શરણે ગયા છે. શનિવારે મા બહુચરના તીર્થધામ બહુચરાજીથી મા ઉમાના ધામ ઊંઝા સુધીની પાટીદાર પદયાત્રા યોજી અેક પ્રકારે શક્તિ પ્રદર્શન યોજ્યું છે. યાત્રાના આરંભે પાટીદાર આગેવાનોએ જ્યાં સુધી અનામત અને પાટીદારો પર જુલમ ગુજારનારી પોલીસ સામે પગલાં ના લેવાય તેમજ તમામ પોલીસ કેસ પાછા ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા લલકાર કર્યો છે.

બહુચરાજી ખાતે શનિવારે સવારે 7 વાગે બહુચર માતાજીના આશીર્વાદ સાથે પદયાત્રાનો આરંભ કરાયો હતો. પ્રસંગે બહુચરાજી માર્કેટયાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઇ પટેલ, 72 સમાજના પ્રમુખ કિરીટભાઇ પટેલ (દેવગઢ), આયોજક હર્ષદભાઇ એ. પટેલ, પાસ પ્રવક્તા વરૂણ પટેલ અને અતુલ પટેલ, મહેસાણાના નરેન્દ્ર પટેલ, હાર્દિકના પિતા ભરતભાઇ પટેલ તેમજ પરિવારજનો સહિતના આગેવાનો પદયાત્રામાં જોડાયા હતા. શંખલપુર ગ્રામજનો દ્વારા તૈયાર કરાયેલા રથમાં મા ઉમા - ખોડલની પ્રતિમા બિરાજમાન કરી આરતી કરાઇ હતી. ત્યારબાદ બ્રહ્મ સમાજના પ્રમુખ દેવાંગ પંડ્યા તેમજ ઠાકોર સમાજ, દલિત સમાજ વગેરે દ્વારા રથનું સ્વાગત કરાયું હતું.

ડીજેના તાલે નાચતા કૂદતા અને જય સરદાર, જય પાટીદારના નારા લગાવતા ઊંઝા તરફ રવાના થયેલી પદયાત્રામાં મોટી સંખ્યામાં ભાઇઓ અને બહેનો જોડાયા હતા. પદયાત્રાનું કાલરી અને ગણેશપુરા ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું. અહીં રાજપૂત અગ્રણી પૃથ્વીસિંહ સોલંકી દ્વારા ...અનુસંધાનપાન-8પદયાત્રીઓમાટે સેવ- ખમણી સહિત નાસ્તાની વ્યવસ્થા કરાઇ હતી. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાઘુભા જાડેજા સહિત આગેવાનોએ સ્વાગત કર્યુ હતું. દેલવાડા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયા બાદ પોયડા અને મોઢેરા ગામે મુસ્લિમ સમાજ દ્વારા રથને ફુલહાર કરી સ્વાગત કરાયું હતું. જેને લઇ યાત્રા કોમી એકતા અને ભાઇચારાના સંદેશવાહક બની હતી. મોઢેરા ખાતે ભોજન વિરામ બાદ યાત્રા રણેલા, મોટપ થઇ સાંજે મહેસાણા પહોંચી હતી. રસ્તામાં તમામ ગામોએ સ્વાગત તેમજ સેવાકેમ્પ ઊભા કરાયા હતા.

પોલીસ તંત્ર એલર્ટ સમગ્ર રૂટ પર ખડેપગે

પાટીદાર પદયાત્રા ઉપર પહેલેથી આઇબી અને પોલીસની નજર હતી. સવારે પદયાત્રા શરૂ થઇ મહેસાણા પહોંચી ત્યાં સુધી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો તેમજ એસઆરપી સાથે રહી હતી. વ્રજ તેમજ રાયોટકંટ્રોલ વાન પણ સાથે રાખવામાં આવી હતી. મોઢેરા ખાતે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલના કાર્યાલયે પણ પોલીસ ગોઠવાઇ હતી. જોકે, પદયાત્રા શાંતિમય અને શિસ્તબદ્ધ રીતે આગળ પસાર થતાં પોલીસ તંત્રને હાશકારો થયો હતો. યાત્રા સોમવારે સવારે 7 વાગે મહેસાણાથી નીકળી બપોરે 1 વાગે ઊંઝા ઉમિયા માના ધામમાં પહોંચશે, જ્યાં ઊંઝા પાટીદાર સમાજ તેમજ ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા સ્વાગત કરવામાં આવશે.સરકારને સદબુદ્ધિ માટે ‘મા’ને પ્રાર્થના કરીશું

^પાટીદારોનીઅનામત સહિતની માગણીઓ પૂરી કરવા મા ઉમા સરકારને સદબુદ્ધિ આપે તેવી લાગણી સાથે રવિવારે મા ઉમાના ચરણોમાં હૂંડી અર્પણ કરવાના છીએ. સંસ્થાનના પ્રમુખ અને ધારાસભ્ય નારણભાઇ પટેલને પણ આવેદનપત્ર આપી સમાજની લાગણી અને માગણી સરકાર સુધી પહોંચાડવા વિનંતી કરીશું. > હર્ષદએ. પટેલ, આયોજક,પાટીદાર પદયાત્રા

પાટીદારો અનામત લીધા પછી જંપીને બેસશે

^પાટીદારસમાજને જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી ચૂપ બેસવાનો નથી. પાટીદારો પર ગોળીઓ વરસાવનારી પોલીસ સામે પગલાં ના લેવાય અને તમામ કેસ પાછા ના ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. મુખ્યમંત્રી બદલાય કે પ્રદેશ પ્રમુખ બદલાય અેનાથી પાટીદારોને કોઇ ફરક નહીં પડે. > વરુણપટેલ, પાસપ્રવક્તા,

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો