ભાંખરમાં પથ્થર વડે જીવલેણ હૂમલો કરાતાં 4 સામે ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝાતાલુકાના ભાંખર ગામમાં રહેતા વ્યક્તિના ચાર શખ્સોએ ઘુસી જઇ પથ્થર વડે જીવલેણ હૂમલો કરી ઇજાઓ પહોંચાડતાં બનાવ અંગે ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

તાલુકાના ભાંખર ગામમાં રહેતા સૈયદ અદનામ આરીફમીયાં અર્ટીગા ગાડી નં. એમ.એચ.01.સી.ડી.7824 ઊંઝા ફળફળાદી લેવા આવ્યા હતા જ્યાંથી ભાંખર પરત આવી રહ્યા હતા તે દરમિયાન ગામના સૈયદ નજીરમીયાં ફઝુમીયાંએ તેમના વિરુધ્ધ ઉશ્કેરણી કરતાં સૈયદ ઇકબાલમિયાં બાબરમિયાં, સૈયદ ફીરોજમિયાં રસુલમિયાં, સૈયદ અસ્ફાકમિયાં રસુલમિયાં હાથમાં પથ્થરો લઇ ગાળો બોલતા ગાડી પાછળ દોડ્યા હતા જેથી અદનામ આરીફમીયાંએ ગાડી વાળી લઇ ઘરમાં જઇ રહ્યા હતા તે દરમિયાન સૈયદ ઇકબાલમિયાં બાબરમિયાંએ ઘરમાં ઘુસી જઇ માથાના ભાગે પથ્થર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે અદનામ આરીફમીયાંએ ઊંઝા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ચાર વિરુધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.