તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Unjha
  • ઊંઝાનાવોરાવાડમાં રહેતાં 70 વર્ષિય વૃધ્ધાનું નિધન થતાં બેન્ડવાજા સાથે

ઊંઝાનાવોરાવાડમાં રહેતાં 70 વર્ષિય વૃધ્ધાનું નિધન થતાં બેન્ડવાજા સાથે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊંઝાનાવોરાવાડમાં રહેતાં 70 વર્ષિય વૃધ્ધાનું નિધન થતાં બેન્ડવાજા સાથે અંતિમ યાત્રા યોજીને તેમની અંતિમ ઇચ્છાનુસાર પરિવારે દેહદાન કર્યું હતું.

ઊંઝાના વોરાવાડમાં રહેતાં શાંતાબેન શિવરામભાઇ પટેલે સાતેક માસ અગાઉ તેમના મૃત્યુ બાદ પાર્થિવ શરીરનું દેહદાન કરાય તેવી ઇચ્છા સાથે સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટમાં નોંધણી કરાવી હતી. 8 જૂને તેમનું અવસાન થતાં પરિવારે શાંતાબેનની અંતિમ ઇચ્છાનુસાર દેહદાન કર્યું હતું.

જેમાં બેન્ડવાજા સાથે નિકળેલી સ્વર્ગસ્થની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો પણ જોડાયા હતા. ઉપરાંત સ્વર્ગસ્થના દેહદાનને સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તેજપાલભાઇ પટવા, તુષારભાઇ પટેલ, રમણભાઇ સથવારા તેમજ સંજયભાઇ પટેલે સ્વિકારીને અમદાવાદ ખાતે સોલા મેડિકલ કોલેજને અર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઊંઝામાંથી તેરમું દેહદાન મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...