• Gujarati News
  • ઊંઝામાં બંધાનાર બસ સ્ટેશનનું ભૂમિપૂજન

ઊંઝામાં બંધાનાર બસ સ્ટેશનનું ભૂમિપૂજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનાઆર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસમાં એસટીનો સિંહફાળો હોવાનું ઊંઝામાં રૂ.1.96 કરોડના ખર્ચે નિર્માણ પામનારા અદ્યતન બસ સ્ટેશનના ભૂમિપૂજન પ્રસંગે રવિવારે વાહન વ્યવહાર મંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું.

આરસીસી ફોર્મ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવિન બસ સ્ટેશનને ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ માળ, 12 પ્લેટ ફોર્મ, મુસાફરો માટે વેઇટીંગ હોલ, પાણીની પરબ, ડ્રાઇવર-કંડકટરો માટે રેસ્ટ રૂમ, પાસ સુવિધા, ઉપહાર ગૃહ સહિત વિવિધ સુવિધાઓથી સજ્જ કરાશે. પ્રસંગે એપીએમસીના ચેરમેન ગૌરાંગભાઇ પટેલ, જિ.પં. પ્રમુખ જે.એલ.પટેલ, ઊંઝા વેપારી મંડળના પ્રમુખ કનુભાઈ પટેલ, માર્કેટયાર્ડ વેપારી એસો.ના પ્રમુખ સીતારામભાઈ પટેલ, વિભાગીય નિયામક નટુભાઇ પટેલ, પાલિકા પ્રમુખ દિનેશભાઈ ઓઝા સહિત ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઅે વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીએ ભાડામાં 9 ટકા ઘટાડો કરી મુસાફરોના વાર્ષિક રૂ.150 કરોડની બચત કરી છે. નિગમને રાજ્ય સરકારે 2 હજાર કરોડની મદદ કરી છે. 3 લાખ વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે પાસ આપે છે.

મંત્રી નીતિન પટેલના હસ્તે તકતી અનાવરણ વિધિ કરાઇ હતી./ભાસ્કર