ભાડેથી લીધેલી આઈશર ગાડી બારોબાર વેચી મારનારા 3 ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
15દિવસનું રૂ.45 હજાર ભાડું આપવાની છેતરામણી વાતો કરી લઇ ગયેલા આઇસર ગાડી બારોબાર અન્યને વેચી મારનારા ત્રણ શખસોની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કરવા કાર્યવાહી હાથ ધરી છે.

કાંકરેજના આકોલી ગામના વીરપાલસિંહ વાઘેલા, નૈમેશ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો અને તેમના વચ્ચે મિત્રતા બંધાઈ હતી. ગઇ 28મી નવેમ્બરે વીરપાલસિંહે નિમેષનો સંપર્ક કરી તેના મિત્રની આઇસર ગાડી (જીજે 23 3446) 15 દિવસે 45 હજારના ભાડા પેટે આપવાની વાત કરી વિશ્વાસ સંપાદિત કરતાં વાતોમાં આવી ગયેલા નૈમેશે તેના મિત્ર સાથે સંપર્ક કરાવ્યો હતો. ચર્ચા મુજબ વિરપાલસિંહ ગાડી ભાડા પેટે ચલાવવા લઇ ગયો હતો. જોકે, બે દિવસ પૂર્વે ગાડી પરત માગતાં બહાર આવ્યું કે વીરપાલસિંહે ગાડી બારોબાર રૂ.15 લાખમાં અન્યને વેચી મારી છે.

ગાડીના માલિક રમેશ પટેલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં વિરપાલસિંહ વાઘેલાની વિરુદ્ધમાં ફરિયાદ આપી હતી. જેમાં પીએસઆઇ જી.એમ. બાવાએ વિરપાલસિંહ તેમજ લક્ષ્મણજી ચતુરજી ઠાકોર (દિયોદર) અને સીંધી યાકુબ રામુભાઇ (મહેસાણા)ની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...