• Gujarati News
  • કાંકરેજના રૂવેલ નજીક જીપડાલુ પલટતાં એકનું મોત : ૧૫ ને ઇજા

કાંકરેજના રૂવેલ નજીક જીપડાલુ પલટતાં એકનું મોત : ૧૫ ને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંકરેજ તાલુકાના રૂવેલ નજીક સોમવારે સવારે ભાભર તાલુકાના ઠાકોર પરિવાર પુત્રની સગાઇ કરવા રૂવેલ ગામે બોલેરો જીપડાલામાં જતા હતા. ત્યારે જીપડાલુ પલટી જતાં એક વ્યકિતનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. જયારે ૧૫ વ્યકિતઓને ઇજા થવા પામી હતી. કાંકરેજ તાલુકાના રૂવેલ ગામ નજીક ભાભર તાલુકાના મેરા ગામના ઠાકોર પરિવારની જીપ પલટી જતાં તેમાં સવાર ઠાકોર સંગરામજી વેરશીજી (ઉ.વ.૪૮) નું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે કરૂણ મોત નિપજયું હતું. જયારે ગાડીમાં સવાર બાળકો, મહિલાઓ અને પુરુષો સહિત ૧૫ વ્યકિતઓ ઇજા થવા પામી હતી. તેમને ૧૦૮ ના દેવયાની નાયક તથા પાયલટ દશરથભાઇ પટેલ દ્વારા સારવાર માટે નજીકની થરા રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જોકે, આ અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાવા પામી ન હતી.
રૂવેલ નજીક સોમવારે જીપડાલુ પલટતાં એક વ્યકિતનું કરૂણ મોત નિપજયું હતું. જયારે ૧૫ ને ઇજા થઇ હતી.- અમૃત ઠાકોર