• Gujarati News
  • થરાદમાં તોલમાપ વિભાગની ૬૦ દુકાનોમાં તપાસ, ૩૬ વેપારી દંડાયા

થરાદમાં તોલમાપ વિભાગની ૬૦ દુકાનોમાં તપાસ, ૩૬ વેપારી દંડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તંત્રની ઓચિંતી તપાસથી વેપારીઓમાં ફફડાટ જોગવાઇના ભંગ બદલ ૨૦હજારનો દંડ વસૂલાયો
થરાદ શહેરમાં બુધવારે ત્રાટકેલી જિલ્લાના તોલમાપ વિભાગની ટીમે ૬૦ જેટલી દુકાનોમાં ચકાસણી હાથ ધરી હતી. જે પૈકી ૩૬ વેપારીઓ કાયદાની જોગવાઇઓનો ભંગ કરતાં જણાતાં ૨૦ હજારના દંડની વસૂલાતની કાર્યવાહી હાથ ધરી હતી.
જિલ્લા તોલમાપ અધિકારી એન.એમ. રાઠોડ તથા ઇન્સ્પેકટરો જે.એલ. વાડીયા, એ.એન. મતી ઇશ્વરભાઇ દેસાઇ તથા વરૂણ ચૌધરી સાથે બુધવારની સવારે થરાદ શહેરના વેપારીઓની દુકાનોમાં તોલમાપ અંગેની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં ૬૦ જેટલી દુકાનોમાં તપાસ કરતાં ૩૬ જેટલા વેપારીઓ વિવિધ પ્રકારે તોલમાપ અધિનિયમની જોગવાઇઓનો ભંગ કરતા જણાઇ આવ્યા હતા. આથી તેઓની સામે દંડનીય કાર્યવાહી કરીને રૂા. ૨૦ હજારની વસૂલાત પણ કરવામાં આવી હતી.
તંત્રની ઓચિંતી કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ હતી. જેમાં વજનકાંટા પ્રમાણિત ન કરાવ્યા હોવા છતાં પણ વેપાર કરતાં કેટલાક વેપારીઓ દુકાનો બંધ કરી આડા-અવળા થઇ ગયા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું હતું.
બુધવારે જિલ્લા તોલમાપ વિભાગ દ્વારા દુકાનોમાં ચકાસણી હાથ ધરી હતી. - વિષ્ણુ દવે