• Gujarati News
  • જેતડામાંથી ચોરાયેલી જૈન મૂર્તિઓ શોધવા પોલીસનાં હવાતિયાં

જેતડામાંથી ચોરાયેલી જૈન મૂર્તિઓ શોધવા પોલીસનાં હવાતિયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ : થરાદ તાલુકાના જેતડા ગામના જૈન દેરાસરનાં તાળાં તોડી રોકડ તથા ચાંદી સહિત પંચધાતુની મૂર્તિઓ મળી રૂ.૬૭ હજારના મુદ્દામાલની ચોરી થઇ હતી. જેનો ભેદ પોલીસ આજદિન સુધી ઉકેલી શકી નથી. જેને લઇ જૈનસંઘમાં નારાજગીનો સૂર ઉઠી રાો છે.
જેતડા ગામના જૈન દેરાસરનાં બે દિવસમાં બે વખત તાળાં તોડી તેમાંથી પંચધાતુની મૂર્તિઓ ઉપરાંત ઉપાશ્રય અને દેરાસરના ભંડારામાંથી રૂ.૨૫ હજાર રોકડ, સિદ્ધચક્ર અને શંખેશ્વર ભગવાનની મૂર્તિ, ચાંદીનું છત્ર કિંમત રૂ. ૪૨ હજાર મળીને રૂ.૬૭ હજારના મુદ્દામાલની ચોરી કરી હતી. ઘટનાના બીજે દિવસે પોલીસે ડોગ અને એફએસએલની મદદ લીધી હતી.