અનેક ગામોમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનેક ગામોમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા

ભાસ્કરન્યૂઝ. થરા

કાકંરેજતાલુકામાં ભારે વરસાદના કારણે મોટાભાગની જમીન ધોવાઇ ગઇ છે. તેમજ માર્ગો તુટી ગયા છે.

કાંકરેજ તાલુકામાં ભારે વરસાદના કારણે માંડલા, ડુંગરાસણ, ગુંથાવાડા સહિત નીચાણવાળા ગામોમાં પાણી ફરી વલ્યા છે. જેમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘુસતા ઘરવખરીને નુકશાન થયું છે. તો બીજીતરફ ખેતી પાકો વાવેતર ધોવાઇ જતાં ખેડૂતોને લાખો રૂપિયાના નુકશાનની દહેશત વર્તાઇ રહી છે. ઉપરાંત તાલુકામાં અનેક જગ્યાએ જમીનનું ધોવાણ થયું છે. અને થરા-હારીજ તથા થરા-ભાભર રોડ સહિત મોટાભાગના માર્ગો ધોવાઇ જતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. સોમવારે રાત્રે ખારીયા નજીક વ્હોળામાં ઇનોવા ગાડી સાથે તણાયેલ ત્રણેયનો કોઇ પત્તો નથી.

અન્ય સમાચારો પણ છે...