તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ચોથી વખત વર્તમાન ચેરમેનની પેનલ બિનહરીફ

થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ચોથી વખત વર્તમાન ચેરમેનની પેનલ બિનહરીફ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાખાતે આવેલી અગ્રણી ખેડૂત સંસ્થા થરા માર્કેટયાર્ડની સામાન્ય ચૂંટણીમાં બુધવારે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં વર્તમાન ચેરમેનની પેનલના તમામ સભ્યો બિનહરીફ ચૂંટાતા બહુચર માતાજી મંદિર ખાતેથી વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.

થરા માર્કેટની સામાન્ય ચૂંટણી 30મી જાન્યુઆરીના રોજ યોજાનાર હતી. તેમાં બુધવારે સભ્યોના ફોર્મ પરત ખેંચવાના દિવસે 47માંથી 33 સભ્યોએ વર્તમાન ચેરમેન અણદાભાઇ પટેલના સમર્થનમાં ફોર્મ પરત ખેંચતા તેમની પેનલના વા. ચેરમેન ભુપતાજી ઠાકોર સહિતના 14 સભ્યો બિનહરીફ થયા હતા. સભ્યોમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ડાયાભાઇ પિલીયાતર , કાંકરેજ તાલુકા ભાજપના પ્રમુખ ઇશ્વરભાઇ પટેલ પણ નવી પેનલમાં ડિરેક્ટર તરીકે બિનહરીફ થયા હતા. અણદાભાઇ પટેલની પેનલનો સતત ચોથીવાર બિનહરીફ વિજય થયો હતો. તેઓએ થરા બહુચર માતાજી મંદિર ખાતે માતાજીના દર્શન કર્યા હતા. જ્યાંથી વિશાળ વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. પ્રસંગે પાલિકા પૂર્વ પ્રમુખ મૂળરાજસિંહ વાઘેલા, હેમુભાઇ જોષી (શિરવાડા), ખાનુભા વાઘેલા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, અચરતલાલ ઠક્કર, કનુભાઇ ઠક્કર, ગિરીશભાઇ પટેલ, તરૂણભાઇ ઠક્કર, ડો. રાજેશ બ્રહ્મભટ્ટ, ભુપતાજી ઠાકોર (નેકારીયા), પરષોત્તમભાઇ જોષી, હરદાસભાઇ પટેલ સહિત આગેવાનો, વેપારીઓ અને ખેડૂત વિજય સરઘસમાં જોડાયા હતા.