તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Tharad
 • એક લાખની સહાય અપાવવાનું કહી ફોર્મ દીઠ પાંચ હજાર ખંખેરી લીધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક લાખની સહાય અપાવવાનું કહી ફોર્મ દીઠ પાંચ હજાર ખંખેરી લીધા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદનારાહ ગામના 100 જેટલા અને આજુબાજુના ગામોના મળીને અસંખ્ય અસરગ્રસ્તોને ગત અતિવૃષ્ટિમાં સારા વળતરની લાલચ આપી તેમના સહાયના ફોર્મ દીઠ પાંચ હજાર ઉઘરાવી ગાયબ થઇ જનાર બે યુવકો સામે રાહના અસરગ્રસ્તે સોગંદનામા સાથે થરાદ પોલીસમાં કાયદેસરનાં પગલાં ભરવાની માંગણી કરી છે.

ગત ચોમાસામાં પુરના સંકટે જિલ્લાના સરહદી થરાદ વાવ પંથકને ઘમરોળી મુકતાં ખેતી,જમીન,રહેઠાણ અને પશુધનને વ્યાપક નુકશાન થયું હતું.જેની સહાય માટે સરકારે ચુકવેલા કરોડો રૂપિયાના ચુકવણામાં સરકારી બાબુઓની મીલીભગતથી સાચા અસરગ્રસ્તોને અન્યાય અને ખોટાઓને મોટો લાભ મળ્યો હતો.જેમાં વચેટીયાઓએ પણ સહાય અપાવવાના બહાને મોટી રોકડી કરી લીધી હોવાની ફરીયાદો હજુ પણ ઉઠી રહી છે. થરાદના રાહ ગામના ઇંદ્રસિંહ ભમરજી રાજપુતે પોલીસ મથકમાં સોંગંદનામા સાથે આપેલી રજુઆતમાં જણાવ્યું હતુંકે તેમના ગામના 50થી100 તથા આજુબાજુના ગામોના અસરગ્રસ્તો પાસેથી રાહના સંઘના મંત્રી નવાભાઇ ધનાજી પટેલ અને મેઘપુરા ગામના ભરતભાઇ જોરાજી ઠાકોરે મકાન અને પશુસહાય પેટે તેમને તાલુકાના અધિકારીઓ સાથે વાત થયેલ હોઇ તમને એક લાખની સહાય અપાવવાનું જણાવી ફોર્મ દીઠ પાંચ હજારની રોકડી કરી લીધી હતી અને 13 મહિના છતાં પણ કોઇ વળતર મળ્યું હતું.

અંગે અવારનવાર પુછવા જતાં સરકાર માં અરજીઓ મોકલાવી દીધી છે. જે સીધા ગાંધીનગરથી મંજુર થઇને આવ્યેથી તેઓ સાથે રહીને ચુકવાવી આપશે તેવા વિશ્વાસમાં રાખતા હતા.જોકે ગામના સીધા ફોર્મ જમા કરાવનાર બીજા અસરગ્રસ્તોને વળતર મળી જતાં તેમણે તાલુકા પંચાયત, ખેતીવાડી, મામલતદાર અને જિલ્લાની કચેરીઓમાં તપાસ કરાવતાં તેમના ફોર્મજ જમા નહી થયાં હોવાનું જાણવા મળ્યું હતું.આથી તેમને મળીને અંગે વાત કરતાં શેના પૈસા અને શેના ફોર્મ તેવા ઉડાઉ જવાબો મળતાં છેતરાયાનો અહેસાસ થતાં અંગે કાયદેસરની કાર્યવાહી માટે થરાદ પોલીસ મથકમાં રજુઆત કરતાં ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો