તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદ પોલીસે ફિલ્મીઢબે દારૂ ભરેલી કાર સાથે એકને ઝડપી પાડ્યો

થરાદ પોલીસે ફિલ્મીઢબે દારૂ ભરેલી કાર સાથે એકને ઝડપી પાડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદપોલીસે શુક્રવારે વાહન ચેકીંગ દરમ્યાન એક શંકાસ્પદ કારનો પીછો કરી તેમાં રહેલા રૂ. 1,05,600 ના સાથે કચ્છના એક શખ્સને ઝડપી લીધો હતો.જ્યારે અન્ય શખ્સ નાસી છુટવા સફળ રહ્યો હતો.પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

થરાદના પીઆઇ જે.જી.ચાવડા શુક્રવારની બપોરના સુમારે સાચોર રોડ પર વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા.દરમ્યાન જીજે12 સીડી 3686 નંબરની એક સ્વીફ્ટ કાર આવતાં તેને અટકાવવા ઇશારો કરવા છતાં રોકતાં થરાદ તરફ દુર કાર ઉભી રાખી તેમાંથી બે શખ્સો નાસી છુટવાનો પ્રયાસ કરતાં કરશનભાળ ટપુભાઇ ભરવાડ રહે.પદમપુર તા.કચ્છને ઝડપી લીધો હતો.જ્યારે શૈલેષભાઇ લાધુભાઇ કોળી નાસી છુટવામાં સફળ રહ્યો હતો.પોલીસે કારમાંથી 26 પેટીમાંથી 1056 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે રૂપીયા 1,05,600નો દારૂ સહીત રૂ.405600નો મુ્દ્દામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...