તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરામાં વેરો ભરતા 49 બાકીદારોને નોટીસ, ચાર નળ કનેકશન કપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાનગરપાલિકા વિસ્તારના મિલકત માલિકોએ પાલિકાને મિલકત વેરો ભરતાં કડકવેરા વસુલાત ઝુંબેશ હાથ ધરી છે. જેમાં વેરો ભરનાર 49 બાકીદારોને નોટીસો પાઠવી હતી. પરંતુ તેમ છતાં વેરો ભરાતાં થતાં છેવટે નળ કનેકશન કાપી નાકવાની કામગીરી હાથ ધરાતાં બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.

થરાનગર પાલિકા વિસ્તારમાં રહેતા મિલકત ધારકોએ વર્ષો જૂનો મિલકત વેરો ભરતાં આખરે નગર પાલિકાની વેરાવસુલાત શાખાના ટેક્ષ ઇન્સ્પેકટર લાલુભા ઝાલા તથા સ્ટાફે નળ કનેકશનો કાપવાની કામગીરી હાથ ધરી છે. અગાઉ પણ મિલકત વેરા ઝુંબેશ દરમિયાન બાકીદારોને પાલિકાએ નોટીસ આપી હતી અને તેમ છતાં વેરો ભરવામાં રસ દાખવનાર બાકીદારોને પાલિકાએ મિલકત જડતી નોટીસો પાઠવી છે. અને હજી પણ વેરો ભરનાર બાકીદારોના નળ કનેકશન કાપી મિલકત જપ્ત કરી તેની જાહેર હરાજી કરાશે તેમ વેરા વસુલાત શાખાના ઇન્સ્પેકટરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...