Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
થરાદમાં વાંદરાનો આતંક નવ વ્યકિતને બચકાં ભર્યા
થરાદનાસેદલાઇ વિસ્તારમાં છેલ્લા એક માસથી કપિરાજે આતંક મચાવ્યો છે. જેણે મંગળવારે નવ વ્યકિતઓને બચકાં ભરતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. તમામ ઇજાગ્રસ્તોને રેફરલ હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. કપિરાજને વનવિભાગ દ્વારા સત્વરે પકડી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
થરાદના સેદલાઇ વિસ્તારમાં એક કપિરાજે છેલ્લા એક માસથી આતંક મચાવ્યો છે. અત્યાર સુધીમાં 20થી વધુ અનુસંધાનપાના-8
્વ્યકિઓનેબચકા ભર્યા છે. દરમિયાન મંગળવારે નવ વ્યકિતોઓને કરડતાં સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. અને ફફડાટ પ્રસરી ગયો હતો. અને ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંગે રહીશોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતુ કે, છેલ્લા એક માસથી કપિરાજે આતંક મચાવ્યો છે. છતાં તંત્ર દ્વારા કપિરાજને પડકવાની કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે વધુ વ્યકિતઓ તેનો ભોગ બને તે પહેલા પાંજરૂ મુકી કપિરાજને પકડી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ઇજાગ્રસ્ત
1.વિરજીભાઇ પ્રજાપતિ
2.દેવરામભાઇ પ્રજાપતિ
3.મિતીબેન પ્રજાપતિ
4.જાકીરભાઇ મેમણ
5.આરીફભાઇ મેમણ અન્ય ચાર વ્યકિત