તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદની સુજલામ્-સુફલામ્ કેનાલને રીપેર કરવા માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરહદીથરાદ તાલુકામાંથી પસાર થતી સુજલામ્-સુફલામ્ કાચી કેનાલનું ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે ધોવાણ થવા પામ્યું હતું.જોકે થરાદમાંથી પસાર થતી નર્મદા નહેરના જમણાકાંઠાના ગામો માટે પાણીની એક માત્ર કેનાલ હોઇ તેને રિપેરીંગ કરીને તેમાં પાણી વહેવડાવાની માંગ કરતી રજુઆતો પણ સરકારને કરવામાં આવી છે.

સરહદી થરાદ તાલુકામાંથી કાચી કેનાલ સુજલામ્-સુફલામ્ પસાર થાય છે. જે થરાદના રાહ ગામ સુધી પૂર્ણ થઇ ગયેલ છે. જોકે તાજેતરમાં આવેલા પૂરના કારણે નહેર કેટલેક ઠેકાણે તુટી જઇ પુરાણ પણ થવા પામેલ છે. અંગે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના મંત્રી માંગીલાલ પટેલે રાજ્યના જળસંપત્તિ અને કૃષી મંત્રી બાબુભાઇ બોખીરીયાને રજુઆત કરી છે. જેમાં તેમણે કેનાલને આગળ થરાદના લુવાણા(કળશ) સુધી લંબાવી ત્યાંથી એક ફાંટો ધાનેરાના નાનુડા, ભાંજણા, નેનાવાથી ખાપરોલ તથા બીજો ફાંટો ચોટપાથી ખોડા સુધી લંબાવી તથા રાહથી આગળ રેલ નદી નિકળતી હોઇ તેમાં દરવાજો મુકવા માંગ કરી છે. જે કેનાલમાં પાણી છોડવામાં આવેતો વાવના ઢીમા સુધીનાં ૪૦ ગામોને પીવાના પાણીનો લાભ ઉપરાંત ભુગર્ભ જળ સપાટી ઉંચે આવવાની શક્યતા વ્યક્ત કરી હતી.સાથે સાથે ગત વર્ષે અતિવૃષ્‍ટીમાં ખેડુતોને ખેતીમાં પારાવાર નુકશાન થવાના કારણે પાણી તથા ઘાસચારાની પણ અછત સર્જાવા પામી છે. આવા સંજોગોમાં સુજલામ્-સુફલામ્ કેનાલને રીપેરીંગ કરી તેમાં તાકીદે પાણી છોડવામાં આવે તેવી પણ માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...