તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભોરડું ગામમાં ખેતરમાં કામ કરી રહેલાં ખેડૂતને કરંટ લાગતાં ઘટના સ્થળે મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભોરડું ગામમાં ખેતરમાં કામ કરી રહેલાં ખેડૂતને કરંટ લાગતાં ઘટના સ્થળે મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદતાલુકાના ભોરડુંમાં યુવા ખેડૂત ગુરુવારે ખેતરમાં કામ કરી રહ્યો હતો. ત્યારે બાજુમાંથી પસાર થતી હેવી વિજલાઇનના વીજ પોલના અર્થિંગ વાયરમાં વીજ પ્રવાહ ચાલુ રહેતા ખેડૂત અડકી જતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતુ.

થરાદ તાલુકાના ભોરડું ગામનો યુવા ખેડૂત દિનેશભાઇ હીરજીભાઇ પટેલ (ઉ.વ.21) ગુરુવારે પોતાના દાડમના ખેતરમાં ખેતી કામ કરી રહ્યો હતો. ત્યારે બાજુમાંથી પસાર થતી હેવી વિજ લાઇનના વિજપોલના અર્થિંગ વાયરમાં વીજ પ્રવાહ ચાલુ રહેતાં ખેડૂત દિનેશભાઇ હીરજીભાઇ પટેલ અડી જતાં કરંટ લાગતાં તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ. ઘટનાથી પરિવારજનોમાં ભારે શોક ફેલાયો હતો અને વાતાવરણ ગમગીન બન્યું હતું. ખેડૂત દિનેશભાઇની લાશને માટે થરાદની રેફરલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે થરાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો