તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદમાં ડ્રામા વચ્ચે છેલ્લી ઘડીએ ડી.ડી. રાજપૂતને કોંગ્રેસનું મેન્ડેટ

થરાદમાં ડ્રામા વચ્ચે છેલ્લી ઘડીએ ડી.ડી. રાજપૂતને કોંગ્રેસનું મેન્ડેટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારેથરાદમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે હાઇ વોલ્ટેઝ ડ્રામા જોવા મળ્યો હતો. અહીં એક કલાક પહેલા ડીડી રાજપૂતને કોંગ્રેસનું મેન્ડેટ મળતા માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. થરાદ કોંગ્રેસના બહુચર્ચિત નેતા માવજીભાઈ પટેલ, ગુલાબભાઈ રાજપૂત અને ડામરાજી દેવજીભાઈ રાજપૂતનું નામ ઉમેદવારી માટે ચર્ચાઈ રહ્યું હતું. ત્યારે સોમવારે કોંગ્રેસ પાર્ટીએ મેન્ડેટ કોંગ્રેસના અગ્રણી ડામરાજી દેવજીભાઈ રાજપૂતને આપતાં તેમણે બહોળી સંખ્યામાં 2 કલાકે નાયબ કલેક્ટર ખાતે ઉમેદવારી નોંધાવી હતી.

એક તરફ કોંગ્રેસના માજી ધારાસભ્ય માવજીભાઈ પટેલ મારવાડી બોર્ડિંગમાં જંગી સભા યોજી સવારે મેન્ડેટ આવતાં 3 વાગ્યાની મુદત પર કોંગ્રેસમાં ફોર્મ ભર્યું હતુ અને છેલ્લી ઘડી એટલે કે 2 વાગ્યે મેન્ડેટ જાહેર થતા ફરી માવજીભાઈ પટેલે અપક્ષમાં ફોર્મ ભરી દીધુ હતું.

અન્ય સમાચારો પણ છે...