• Gujarati News
  • કાંકરેજમાં કેડસમા પાણી ભરાયાં જમણાપાદરમાં એકનું મોત થયું

કાંકરેજમાં કેડસમા પાણી ભરાયાં જમણાપાદરમાં એકનું મોત થયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંકરેજતાલુકામાં ભારે વરસાદથી ઠેરઠેર કેડસમા પાણી ભરાયા હતા અને પુર જેવી પરિસ્થિતિ સર્જાતા એનડીઆરએફની મદદ લેવાઇ હતી.

ભારે વરસાદથી તમામ ગામોમાં પાણી ભરાઇ જતાં 3 દિવસ લોકો ઘરમાં ભરાઇ ગયા હતા. જ્યારે મોબાઇલ નેટવર્ક અને વીજ પુરવઠો ખોરવાઇ જતાં લોકો સંપર્ક વિહોણા બન્યા હતા. મંગળવારે ટોટાણા નદી વિસ્તારમાં ફસાયેલા 100 જેટલા ભરવાડ સમાજના લોકો અને કંબોઇ નદીમાંથી 2 લોકોને સ્થાનિક તરવૈયાઓ મારફતે વહિવટી તંત્રએ સલામત સ્થળે ખસેડ્યા હતા. 500 થી વધુ ગાયો અને ભસોના મોત થવા પામ્યા છે. મરેલા પશુઓના શબ જાહેર માર્ગો ઉપર પડેલા હોવાના કારણે રોગચાળાનો ભય સેવાઇ રહ્યો છે. વરસાદના કારણે 508 લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. હજુ પણ નદી વિસ્તારના સાકરીયા, સુદોસણ વગેરે ગામોમાં પાણીમાં ગામલોકો ફસાયેલા હોવાનું જાણવા મળે છે. વરસાદના પાણીમાં જમણાપાદર ગામમાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું અને ટોટાણા બનાસનદીમાં રવિવારે ઇનોવા ગાડી સાથે 3 લોકો તણાયા છે તેનો કોઇ પત્તો મળ્યો નથી તેમ કાંકરેજ મામલતદારે માહિતી આપતા જણાવ્યું હતું.