• Gujarati News
  • થરાદની નર્મદા નહેરમાંથી લાશ મળી

થરાદની નર્મદા નહેરમાંથી લાશ મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદતાલુકાના ચુડમેર ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં મંગળવારેની સાંજના સુમારે એક અજાણ્યા યુવકની લાશ તણાઇને જતી ખેડૂતોએ જોઇ હતી. જેની જાણ થતાં પોલીસે તરવૈયાની મદદથી લાશ અટકાવી પીએમ માટે થરાદ રેફરલમાં મોકલી હતી. શરીરે મધ્યમ બાંધો અને ઘઉં વર્ણ શરીર ધરાવતો આસમાની કલરના કપડાં પહેરેલો અંદાજીત 3 2 વર્ષિય યુવક ગઇકાલનો કેનાલમાં પડ્યો હોય તેવું પ્રાથમિક અનુમાન છે જોકે, પોલીસે જાણવા જોગ રજીસ્ટરે નોંધ કરી વધુ કાર્ય‌વાહી હાથ ધરી છે.