તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • પાણીમાટે તરસી રહેલા ખેડૂતોની પાણી આપવાની માગણીઓ વચ્ચે થરાદ

પાણીમાટે તરસી રહેલા ખેડૂતોની પાણી આપવાની માગણીઓ વચ્ચે થરાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાણીમાટે તરસી રહેલા ખેડૂતોની પાણી આપવાની માગણીઓ વચ્ચે થરાદ વાવ તાલુકામાં નહેરો તુટવાનો સિલસિલો યથાવત રહેતાં ચારડા માયનોર કેનાલ બારમી વાર તૂટી હતી.રવિવારે નહેરમાં પંદર ફૂટનું ગાબડું પડતાં વિભાગના અધિક્ષક ઇજનેર પણ દોડી આવ્યા હતા.ખેડૂતોએ અધિકારી અને કોન્ટ્રાક્ટરો માટે જવાબદાર હોવાનો રોષ પ્રકટ કરી તેમની સામે પગલાં ભરવાની માગણી કરી હતી.

થરાદ વાવ તાલુકાના સિંચાઇ માટે ટળવળતા ખેડુતો એક બાજુ પાણી માટે માગણી કરી રહ્યા છે.ત્યારે તુટવા માટે બની હોય એમ થરાદની નબળું બાંધકામ ધરાવતી થરાદની ચારડા નહેર છેલ્લા એક વર્ષમાં બારમી વખત અને ત્રણ મહિનામાં અગીયારમી વખત તૂટી છે.શનિવારની રાતે વીંડીની સીમમાં પંદરેક ફૂટનું ગાબડું પડયું હતું. લાખો ક્યુસેક પાણીનો વ્યય પણ થયો હતો અત્યારે ખેડૂતોની રવિસિઝન તાડમાર રીતે ચાલી રહી છે,પરિણામે ખેડૂતો હાલાકીમાં મૂકાઇ રહ્યા છે.આથી ખેડૂતો કોઇ પણ ભોગે પાણી આપવા માટે રજૂઆતો કરી રહ્યા છે.ચારડાના ખેડૂત કરશનભાઇ રાજપુતે જણાવ્યું હતું કે વારંવાર ચપા, ચુવા, ભાચર,ગંભીરપુરા,ચારડા ગામના પાંચ ગામના ખેડૂતોને હેરાન કરવામાં આવે છે,નર્મદા વિભાગના અધિકારી રાવલ અને તેમના કોન્ટ્રાકટરની મિલીભગતથી નહેર તોડવામાં આવતા હોવાની સાબિતી હોવાનો આક્ષેપ કરતાં તેમણે ઉમેર્યું હતું કે એક કિમીના અંતરમાં ગત રાતે બે જગ્યાએ છારી(ડ્રેનેજ) કરીને નહેર તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેમને રાતે ખેડૂતો જોઇ પણ ગયા હતા.જેમાં એક જગ્યાએ નહેર તુટી હતી.

અન્ય સમાચારો પણ છે...