• Gujarati News
  • થરાદનું બુઢણપુર ગામ બેટમાં ફેરવાયું : 20 ઘરોમાં પાણી ઘૂસ્યા

થરાદનું બુઢણપુર ગામ બેટમાં ફેરવાયું : 20 ઘરોમાં પાણી ઘૂસ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદપંથકમાં મોડીસ રાત્રે ભારે વાવાઝોડા સાથે વરસાદ પડયો હતો જેને લઈ લોકો મશ્કેલીમાં મુકાઈ ગયા હતા. વરસાદના કારણે તાલુકાના બુઢણપુર ગામ બેટમાં ફેરવાયુંછે. જેમાં ચારે બાજુ અને ગામના ૨૦ ઘરોમાં પાણી ફરી વળતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.ગામલોકોએ અંગે મામલતદારને જાણ કરી મદદ માંગી હતી.

થરાદ પંથકમા છેલ્લા બે દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે શહેરથી બે ત્રણ કીમી ના અંતરે આવેલા બુઢણપુર ગામમાં ‘પુર’જેવી પરિસ્થિતીનું નિર્માણ થયુ હતુ.ગામની ચારે બાજુના રસ્તાઓ પર પાંચથી ફૂટ પાણી ભરાઇ જતાં ઇમરજન્સી જેવી પરિસ્થિતીમાં પણ ગ્રામજનોને બહાર નિકળવું મુશ્કેલ બન્યું હતું. જ્યારે ગામના પંડયા,રબારી સહિત ૨૦ જેટલા પરીવારોના ઘરોમાં પાણી ફરી વળતાં તેઓ ભારે કફોડી સ્થિતીમાં મુકાયા હતા.ગામના અતિત રમેશગીરી જણાવ્યું હતું કે ગામતળાવ ફાટતાં તળાવ અને સીમનું પાણી એકમેક થઇ ગયું છે.અનુસંધાન પાના-8

વળીવરસાદ સતત પડી રહ્યોછે અને પાણીનો દોલતપુરાના માર્ગે નાળાં બનાવી નિકાલ સિવાય બીજો કોઇ વિકલ્પ નહી હોવાના કારણે વરસાદ વધશે તો આખું ગામ ડુબાવાની પણ પુરી દહેશતછે.આથી ફફડેલા ગ્રામજનો દ્રારા મામલતદારને જાણ કરી મદદ માંગવામાં આવીછે.જ્યારે મામલતદાર આર.કે.પટેલે પી ડબલ્યુની ટીમ ગામતરફ દોડાવાઇ છે.જેમનો રિપોર્ટ આવ્યેથી અને વરસાદ ઓછો થયેથી કામગીરી કરવામાં આવશે તેમ તેમણે ઊમેર્યું હતું.

શહેરના બંન્ને બાજુ આવેલા પિંપળીયું,કપુરાશી અને ટાંડુ તળાવ ભરાઇ ગયું છે.પરીણામે બેટમાં ફેરવાયેલા થરાદ ડેપોમાં ત્રણ ફૂટથી વધારે પાણી ભરાયો છે.આથી ડેપોમાં ટ્રાફીકના અભાવે આવકમાં નુકશાની સ્વરૂપની અસર પડી છે. નગરપાલિકાના પ્રમુખ પથુભાઇ રાજપુત અને ચીફઓફીસર કલ્પેશ ભટ્ટે જણાવ્યું હતું કે તળાવોમાં આવતું શહેર આજુબાજુના ગામો અને સોસાયટીઓનું પાણી થરાદ ડેપોમાં આવી રહ્યુ છે.અને પાલિકા દ્વારા ફાયરફાયટર વડે કોશિષ કરવા છતાં પણ પાણીના નિકાલ સામે આવક બમણી છે.ટાંડા તળાવ છલકાતાં પાણી આગળ જઇ શકે તેમ નથી.તેમજ પીંપળીયા અને કપુરાશી તળાવમાંનું પાણી થરાદ ડેપોમાં આવી રહ્યુ છે.આવા સંજોગોમાં વરસાદ વધે તો અડધા શહેરમાં પાણી ભરાઇ શકે તેમ છે.



ઊંટવેલીયામાં કોમ્યુનીટી હોલની દીવાલ ધસી ગઈ

મામલતદારઆરકે પટેલે જણાવ્યું હતું કે થરાદ તાલુકાના ઊંટવેલીયા ગામમાં વરસાદના કારણે કારણે કોમ્યુનીટી હોલની દીવાલ ધસી પડી હતી.જોકે કોઇ જાનહાનીના સમાચાર નથી.આ સિવાય તાલુકાના લોરવાડા ગામના રસ્તામાં અને બુઢણપુર ગામના રસ્તામાં પાણી ભરાઇ ગયું હતું.થરાદમાં શનિવારની સાંજે વાગ્યાથી રવિવારની સવારે વાગ્યા દરમ્યાન૧૦૫ મીમી,પથી૧૧ વચ્ચે૫૦ મીમી,૧૧થી૪ વચ્ચે૨ મીમી અને ૪થી સોમવારની સાંજે વાગ્યાની વચ્ચે ૧૦૪ મીમી વરસાદ નોંધાયો હતો.

ગામ ચારેબાજુ પાણીથી ઘેરાઇ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે./ વિષ્ણુદવે