• Gujarati News
  • ધાનેરા પાલિકાના ચીફ ઓફિસરનો ચાર્જ ના. મામલતદારને સોંપાયો

ધાનેરા પાલિકાના ચીફ ઓફિસરનો ચાર્જ ના. મામલતદારને સોંપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરાનગરપાલિકામાં ચીફ ઓફિસર સી.એસ. દેસાઇની બદલી થતાં છેલ્લા દોઢ-બે વર્ષથી તેનો ચાર્જ થરાદ ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટને સોંપવામાં આવ્યો હતો. જેમાં બે નગરપાલિકાની જવાબદારી ચીફ ઓફિસર સંભાળી શક્તા હોવાથી અવાર-નવાર ઉચ્ચકક્ષાએ તેમજ ધારાસભ્ય સમક્ષ લોકો રજૂઆત કરતા હતા. ત્યારે શનિવારે જિલ્લા સમાહર્તાએ ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસરનો ચાર્જ ધાનેરા નાયબ મામલતદાર મહેસુલ એમ.કે. રાજપુતને સોંપ્યો હતો.