ભડોદર નજીકથી 72હજારનો વિદેશી દારૂ પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | થરાદના ભડોદર ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી જીપ આવી રહી હોવાની સોમવારે જિલ્લા એલ.સી.બી. અને થરાદ પોલીસને બાતમી મળી હતી. જેને લઇ પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારે બ્લેક કલરની માર્શલ જીપ નંબર જીજે-8-એપી-4761 આવી હતી. પોલીસે જીપને રોકાવતાં જીપનો ચાલક રાજુભાઇ નાયણાભાઇ ઠાકોર (રહે.થરાદ) પોલીસને જોઇ ગાડી મુકી નાસી ગયો હતો. જેથી પોલીસે આ જીપમાં તપાસ કરતા તેમાંથી 15 પેટી વિદેશી દારૂ બોટલ નંગ-720 કિંમત રૂ. 72000 તેમજ માર્શલ જીપ કિંમત રૂ.1,50,000 કુલ મળી રૂ. 2,22,000 લાખનો મુદામાલ મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...