થરાદ તાલુકા પંચાયત પર ભાજપને 20 બેઠક, 2 બેઠક અપક્ષને મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીની મતગણતરી થરાદની સરકારી વિનયન અને વાણીજય કોલેજ ખાતે હાથ ધરાઈ હતી. જેમા થરાદ તાલુકા પંચાયતની કુલ 30 સીટોમાથી 20 સીટો પર ભાજપનો ભગવો લહેરાતો થરાદ તાલુકા પંચાયત પર ભાજપની સતા યથાવત રહી હતી.

થરાદ તાલુકા પંચાયતની 30 સીટોની મતગણતરી થરાદ સરકારી વિનયન અને વાણીજય કોલેજ ખાતે હાથ ધરાઈ હતી. જેમા વિશાળ સંખ્યામા સમર્થકો સાથે ઉમેદવારોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.30 સીટો પૈકી 20 સીટો પર ભાજપ અને 8 સીટો પર કોગ્રેસના ઉમેદવારો વિજેતા થતા સમર્થકોએ ઉમેદવારોની જીતને લઈ હારતોરા અને ગુલાલ ઉડાડી જીતને વઘાવી હતી.આસોદર, ભોરોલ, ચોગડા,ચારડા, ડોડગામ, દુધવા,ઈઢાટા,જમડા,મલુપુર,માંગરોળ,મોરથલ, નારોલી, પીલુડા, રડકા, રાહ, વડગામડા, વાઘાસણ,વળાદર, વામી.તા.પંચાયત સીટ પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા હતા.

જ્યારે ભોરડુ, ડુવા, ધોડાસર, જેતડા, ખોડા, ખોરડા, લુવાણા,સણાવીયા,શેરાઉ સીટો પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બન્યા હતા ભલાસરા અને સવપુરા સીટ પર અપક્ષના ઉમેદવારો વિજેતા થયા હતા. થરાદમાં તાલુકા પંચાયતની 30 બેઠકમાંથી 20 બેઠકો પર ભગવો લહેરવાનું કારણ ભાજપના તાલુકા પ્રમુખ રૂપસીભાઈના જણાવ્યા મુજબ રાજ્ય મંત્રી પરબતભાઇ પટેલ અને સ્થાનિક ધારાસભ્યના સમગ્ર તાલુકામાં અથાગ પ્રયત્નો અને ભાજપના વિકાસથી આ વિજય મળ્યો છે.

થરાદતા.પં અલગ-અલગ સીટના ભાજપના વિજેતા ઉમેદવારો. તસવીર-દેવરામ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...