• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • કેન્દ્રમાંથી ભારત વિકાસ વિભાગની ટીમે થરાદ તાલુકાની મુલાકાત લીધી

કેન્દ્રમાંથી ભારત વિકાસ વિભાગની ટીમે થરાદ તાલુકાની મુલાકાત લીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકારના ભારત વિકાસ વિભાગની ટીમે બે અઠવાડીયાથી તાલુકાની પંચાયતોની મુલાકાત લઇને ગામમાં સરકારની યોજનાઓના અમલીકરણની માહિતી મેળવી હતી.

ભારત સરકારના ગ્રામ વિકાસ વિભાગની રાષ્ટ્રીયકક્ષાની ટીમે મુખ્ય અધિકારી કુમારી ટીના શર્મા અને દેવારામ ગુર્જર તથા સ્થાનિક અધિકારીઓની સાથે રવિવારે થરાદના માંગરોળ, મોટામેસરા તથા શનિવારે જમડા, લેંડાઉ ગામોની અને અગાઉ મોરથલ સહિત ગામોની મુલાકાત લઇ ગામમાં ચાલતી સરકારની વિવિધ યોજનાઓ જેવી કે મિશન મંગલમ,મનરેગા,સ્વચ્છ ભારત ,આઇએવાય, વાસ્મો,વોટરશેડ વિધવા પેન્શન,ઇન્દિરા ગાંધી વૃધ્ધ પેન્શન,અને સખીમંડળના અમલીકરણની સ્થળ નિરીક્ષણ તથા ગ્રામજનોની મુલાકાત લઇ માહિતી એકત્રીત કરી હતી.જોકે અંગે તેઓ રિપોર્ટ ભારત સરકારને સોંપશે તેમ જણાવી અંગે માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો.

રવિવારે થરાદના માંગરોળની મુલાકાત વખતે ટીડીઓ બીએમ ગુજોર,ડી.આર.ડી.એના ભરતભાઇ વ્યાસ, સરપંચ રૂપસીભાઇ પટેલ,તલાટી સંજયભાઇ નાઇ,ગ્રામસેવક રાજુભાઇ તથા દીપસિહ રાજપુત, પ્રકાશભાઇ, નવિનભાઇ તેમજ અલ્પેશભાઇ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

માંગરોળ પંચાયતની ભારતસરકારની વિકાસ વિભાગની ટીમે મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી.તસવીર- વિષ્ણુદવે

અન્ય સમાચારો પણ છે...