રાજપૂત સમાજના સંકુલ માટે કર્મચારીઓએ ફાળો આપ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપૂતસમાજ કેળવણી મંડળ સંચાલિત સરસ્વતી વિદ્યાલય વાવ ખાતે રવિવારે સવારે વાવ-થરાદ સુઇગામ તાલુકાના રાજપૂત સમાજના કર્મચારીઓનું અધિવેશન યોજાયુ હતું. પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વાવ-થરાદ સુઇગામ રાજપૂત સમાજમાંથી વિવિધક્ષેત્રે સહકારી અને સરકારી કક્ષાએ કામ કરતા કર્મચારીઓ સમાજ ઉપયોગી પ્રવૃતિઓ કાર્યોમાં જોતરાય તે હેતુસર રવિવારે વાવ ખાતે અધિવેશન યોજાયું હતું. જેમાં અગ્રણીઓ દ્વારા સમાજની પ્રગતી માટે લોકોને ઉપયોગી થાય તેવુ કામ કરવા તેમજ યુવાનોનુ સંગઠન કરવામાં આવે અને વાવમાં સરકારી કર્મચારીઓ સમાજ માટે કંઇક કરે તે માટે આહવાન કરાયું હતું. પ્રસંગે વાવ-સુઇગામ થરાદ તાલુકામાંથી સમાજના આગેવાનો અગ્રણીઓએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો.

વાવ સરસ્વતિ વિદ્યાલય ખાતે વાવ, થરાદ, સુઇગામ ગામના રાજપૂત સમાજ દ્વારા કર્મચારી અધિવેશન યોજાયું હતું.તસવીર-રાણાજી વેંજીયા

અન્ય સમાચારો પણ છે...