નાગલાથી ભાગેલા પ્રેમીપંખીડા થરાદ પોલીસ સ્ટેશને હાજર થયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદતાલુકાના નાગલા ગામની સીમમાં ખેત મજૂરી કરવા આવેલા પરિવારની સગીર પુત્રીને પડોશના ખેતરનો ખેતર માલિક બે માસ પૂર્વે ભગાડી જતાં અપહરણની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે રવિવારે બંને પ્રેમીપંખીડા પોલીસ મથકે હાજર થયા હતા.

નાગલા ગામની સીમમાં એક પરિવાર ભાગીયા તરીકે ખેતમજૂરી અર્થે કુટુંબ સાથે રહેતો હતો. દરમિયાન 4 સપ્ટેમ્બર-2017 ના રોજ પાડોશના ખેતરનો માલિક ધનજીભાઇ વાધાભાઇ પટેલ સગીર દિકરીને ભગાડી ગયો હતો. જે અંગેની સગીરાના પિતાએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણ, પોસ્કો સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દરમિયાન છેલ્લા બે માસથી સગીરા સાથે ફરાર ખેતર માલિક રવિવારે થરાદ પોલીસ મથકે હાજર થતાં પોલીસે બન્નેની અટકાયત કરી પૂછતાછ હાથ ધરી છે. જેમાં છેલ્લા બે માસમાં બંને પ્રેમીપંખીડા ક્યાં-ક્યાં રોકાયાં, ભગાડવામાં અને છુપાવવામાં કોણ-કોણ મદદગાર છે તે અંગે પોલીસ જીણવટપૂર્વક તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...