તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • એક ભાઇનો પગ લપસતાં તેને બચાવવા ગયેલો ભાઈ પણ કેનાલના પાણીમાં ડૂબી ગયો, બંને જણના મોત

એક ભાઇનો પગ લપસતાં તેને બચાવવા ગયેલો ભાઈ પણ કેનાલના પાણીમાં ડૂબી ગયો, બંને જણના મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માલસણનર્મદા કેનાલ પસાર થાય છે. જેની બાજુમાં ખેતર ધરાવતા ભુરાજી ખેમજી બ્રાહ્મણને ત્યાં થરાદના તાલુકાના ખોરાડ ગામના જયંતિ સુરાભાઇ વાલ્મીકી (ઉ.વ.30) અને અશોકભાઇ સુરાભાઇ વાલ્મીકી (ઉ.વ.27) ભાગીયા તરીકે રહેતા હતા. જે મંગળવારની વહેલી સવારે વાગ્યાના સુમારે ખેતરમાં શિયાળુ પાકમાં પાણી આપવાનું હોઇ કેનાલમાં મુકેલા ઓઇલ મશીનના ફુટવાલમાં પાણી ભરવા માટે બે ભાઇ ગયા હતા. જેમાં પાણી ભર્યા બાદ ફૂટવાલ કેનાલમાં મુકવા જતી વખતે એક ભાઇનો પગ લપસી જતાં તે કેનાલના પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. આથી તેને ડૂબતો જોઇ બીજો ભાઇ પણ પળવારનો વિચાર કર્યા વિના બચાવવા માટે કેનાલમાં કુદી પડ્યો હતો. જે બન્નેના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાંજ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અને થરાદના તરવૈયા સુલતાન મીર તેમજ સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહનો બહાર કાઢી પીએમ અર્થે ખસેડાયા હતા. ઘટનાને પગલે વાવ મામલતદાર વી.એસ.ચારણ, વાવ પીએસઆઇ એમ.જે.ચૌધરી સહિત ગામના અગ્રણીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બે સગાભાઇનો કરૂણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.

બે સગાભાઇઓ ડૂબી જતાં અરેરાટી પ્રસરી ગઈ છે.તસવીર-રાણાજી વેંજીયા

અન્ય સમાચારો પણ છે...