તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેદલાઇ ગામમાં છોકરા બાબતે મોટા બાખડ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદ: થરાદનાસેદલાઇ વિસ્તારમાં રહેતા માનસુંગભાઇ ઓડ તથા તેમના નાનાભાઇ નેમાભાઇ શુક્રવારની રાત્રે દસેક વાગ્યાના સુમારે છોકરાઓ બાબતે બોલાચાલી કરતા હતા.આ વખતે તલાભાઇ નેમાભાઇ ,લાલાભાઇ નેમાભાઇ ,અરવિંદભાઇ નેમાભાઇ,અશોકભાઇ નેમાભાઇ, શ્રવણભાઇ નેમાભાઇ તથા હિતેશભાઇ પોપટભાઇ દોડી આવીને માનસુંગભાઇને બાથે થઇ ગયા હતા.આ વખતે તેમની પત્ની અમીયાબેન તેમને છોડાવવા વચ્ચે પડતાં અરવિંદભાઇએ છુટ્ટો પથ્થર મારતાં તેણીને પગે ઇજાઓ થવા પામી હતી.જ્યારે નવગણભાઇ ઓડને કમરના ભાગે અશોકભાઇ પોપટભાઇએ ધોકો ફટકારતાં ગંભીર ઇજાઓ થવા પામી હતી.જેમને રિક્ષામાં સારવાર માટે સરકારી દવાખાને ખસેડાતાં નવગણભાઇને પગે ફ્રેકચર હોવાનું તબીબે જણાવ્યું હતું.હંસાબેન અણદાભાઇ ઓડની ફરીયાદના આધારે પોલીસે સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો