• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • Tharad
  • થરાદ | શનિવારનારોજ કોલેજની ઉદિશા કલબ અંતર્ગત કારકિર્દીલક્ષી પ્રેરણાત્મક માર્ગદર્શન

થરાદ | શનિવારનારોજ કોલેજની ઉદિશા કલબ અંતર્ગત કારકિર્દીલક્ષી પ્રેરણાત્મક માર્ગદર્શન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | શનિવારનારોજ કોલેજની ઉદિશા કલબ અંતર્ગત કારકિર્દીલક્ષી પ્રેરણાત્મક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે થરાદના એએસપી અધિકારી પ્રશાંત સુંબે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્વઅનુભવો દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા વિદ્યાર્થીઓના પ્રશ્નોના સંતોષકાર જવાબ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રસંગે ધારાસભ્ય પરબતભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. વિદ્યાર્થીઓ માટે સમગ્ર કાર્યક્રમ ખૂબ ઉપયોગી રહ્યો હતો. શાળાના પ્રિન્સીપાલ ભરતભાઇ કણજરીયા તથા સ્ટાફ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.